________________
અ) ૧ સૂ૦૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
ભાવથી ઉત્કૃષ્ટ–મનુષ્યવત. દ્રવ્યાદિ ચારેથી જઘન્ય વિષય મનુષ્યવત્ છે. મનુષ્ય-તિર્યચોમાં ભવોની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીનું અવધિજ્ઞાન જેમને થયું હોય તેવા મનુષ્યો અને તિર્યંચો જે ભવમાં અવધિજ્ઞાન થાય તે ભવમાં અતીત અને અનાગત ૨ થી ૯ ભવ સુધી જોઈ શકે. જો ર થી ૯ ભવમાં પૂર્વે અવધિજ્ઞાન થયેલું હોય તો પૂર્વે થયેલા અવધિજ્ઞાન વડે જોયેલા ઘણા (૯ ભવથી પણ વધારે) અતીત-અનાગત ભવોનું સ્મરણ કરે સ્મૃતિ જ્ઞાનથી જાણે. પણ બેથી નવ ભવ સુધી સાક્ષાત્ અવધિજ્ઞાનથી જુએ તેમ સાક્ષાત્ જોઈ શકે નહિ. સાક્ષાત્ તો ૨ થી ૯ ભવ સુધી જ જોઈ શકે. અહીં કાળ અને ભવોનું પરસ્પર નિયમન છે. તે આ પ્રમાણે–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં બે થી નવ ભવો જ જુએ, તેથી વધારે ભાવો ન જુએ. તથા બે થી નવ ભવ સુધીમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી જ જુએ, તેથી વધારે કાળ સુધી ન જુએ. (વિ.આ.ભા. ગા.-૬૭૫-૬૭૭) (૨૩)
મનઃપર્યાયજ્ઞાનના ભેદો
ગુ-વિપુલમતી મન:પર્યાયઃ ૨-૨૪ | મન:પર્યાયજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે.
મન:પર્યાય એટલે મનના વિચારો. મન:પર્યવ અને મન:પર્યાય એ બંને શબ્દો એકાર્થક છે. મન:પર્યવ જ્ઞાન વડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિપંચેન્દ્રિય જીવોના વિચારો જાણી શકાય છે.
અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, મન:પર્યવજ્ઞાનથી મનના પર્યાયો વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં આવે એ વસ્તુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો કે વિચારો છે. મન:પર્યવજ્ઞાની એ વિચારોને પ્રત્યક્ષ દેખે છે. પછી એ આકારોથી અનુમાન ૧. જેટલા ભવોનું અવધિજ્ઞાન પૂર્વે થયું હોય તેટલા ભાવો વધારે.