________________
४८
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૧ સૂ૦ ૨૩ (૬) અપ્રતિપાતી-અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર. આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે. કોઈ જીવને ભવાંતરમાં પણ સાથે જાય. અથવા કોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી પણ રહે.
પરમાવધિજ્ઞાન કે જેના પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવળજ્ઞાન થાય, તેનો સમાવેશ આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે. એ જ્ઞાનમાં અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનું સામર્થ્ય હોય છે. અલબત્ત, અલોકમાં રૂપી દ્રવ્યો ન હોવાથી જોઈ શકે નહિ. પણ પરમાવધિમાં આટલું જોવાનું સામર્થ્ય હોય છે. આ સામર્થ્યનું ફળ એ છે કે તેનાથી લોકમાં અધિક સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પદાર્થોને જોઈ શકાય છે, યાવત્ સર્વ સૂક્ષ્મ પરમાણુને પણ જોઈ શકાય છે. (વિ.આ. મા.-૬૦૬).
અપ્રતિપાતી અવધિજ્ઞાનનું બીજું નામ અવસ્થિત છે. મનુષ્યોના અવધિજ્ઞાનનો વિષયદ્રવ્યથી જઘન્ય–અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં દ્રવ્યો. દ્રવ્યથી ઉત્કૃષ્ટ–સૂક્ષ્મ કે બાદર સર્વ રૂપીદ્રવ્યો. ક્ષેત્રથી જધન્ય—અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ–સંપૂર્ણલોક અને અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત
ખંડો.
કાલથી જઘન્ય–આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ. કાલથી ઉત્કૃષ્ટ–અસંખ્ય ભૂત-ભાવી ઉત્સર્પિણી-અવસર્પિણી. ભાવથી જઘન્ય અનંતા પર્યાયો. ભાવથી ઉત્કૃષ્ટ–અનંતા પર્યાયો.
અનંતા દ્રવ્યોને આશ્રયીને અનંતા પર્યાયો જોઈ શકે, પણ કોઈ એક દ્રવ્યના જાન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો જોઈ શકે. (વિ.આ. ગા.-૮૦૭-૮૦૮)
તિર્યંચોના અવધિજ્ઞાનનો વિષયદ્રવ્યથી ઉત્કૃષ્ટ–તૈજસવર્ગણાના દ્રવ્યો. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ–અસંખ્ય દ્વીપ સમુદ્રો. કાલથી ઉત્કૃષ્ટ–અસંખ્યકાળ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ)