________________
\\
અ૦૧ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક જ હોય છે એમ કહેવાથી તાત્પર્ય એ આવ્યું કે જયારે શ્રુતજ્ઞાન થાય ત્યારે તેની પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય છે. આથી પૂર્વે મતિજ્ઞાન થાય તો જ શ્રુતજ્ઞાન થાય એ નિયમ થયો. પણ મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન થાય જ એવો નિયમ નથી, ન પણ થાય. જેમ કે કોઈ ગામડિયો માણસ શહેરમાં આવીને રેડિયાને જુએ તો તેને “આ અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે એમ મતિજ્ઞાન થાય છે. તેને શું કહેવાય? તેનો વાચક કયો શબ્દ છે એ ખ્યાલ ન હોવાથી તેને શ્રુતજ્ઞાન થતું નથી. પછી જ્યારે તેને કોઈ આ વસ્તુને રેડિયો કહેવાય એમ કહે ત્યારે તેને શ્રુતજ્ઞાન થાય છે. પણ તે પહેલાં તો “અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે એ પ્રમાણે મતિજ્ઞાન જ થાય છે.
શ્રુતજ્ઞાનનું સ્વરૂપ- શબ્દ-અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. વિષયના જ્ઞાન પછી આ વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આ વિષયથી અમુક લાભ થાય, અમુક નુકસાન થાય, આ વિષયનો અમુક રીતે ઉપયોગ થાય, અમુક રીતે ન થાય વગેરે અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે શ્રુત એટલે સાંભળેલું. આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આનાથી અમુક લાભ થાય વગેરે જ્ઞાન આપણને બીજા પાસેથી સાંભળીને અથવા વાંચીને થયેલું હોય છે. માટે તે જ્ઞાન ઋત=સાંભળેલું કહેવામાં આવે છે.
શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ મુખ્ય બે ભેદો છે. અંગબાહ્યના અનેક ભેદો છે. અંગપ્રવિષ્ટના આચારાંગ આદિ બાર અંગ દ્વાદશાંગી) રૂપ બાર ભેદો છે. તેમાં બારમું અંગ દષ્ટિવાદ છે. દષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા એમ પાંચ ભેદો છે. પૂર્વગતમાં ૧૪ પૂર્વો છે. યદ્યપિ અંગબાહ્યના કાલિક અને ઉત્કાલિક એમ બે
૧. કારણ કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે, એનું અત્યંતર કારણ શ્રુતજ્ઞાનાવરણીયનો
લયોપશમ છે. આથી જે વિષયનું મતિજ્ઞાન થાય તે વિષયનો શ્રુતજ્ઞાનાવરણીય યોપશમ
ન હોય તો તેનું શ્રુતજ્ઞાન ન થાય. ૨. પરમાર્થથી તો શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાન છે=મતિજ્ઞાનનો જ વિશિષ્ટ ભેદ છે. એમાં વિશેષતા
એ છે કે પરોપદેશથી કે આગમવચનથી થાય છે. અર્થાત એમાં ઇન્દ્રિય-મન ઉપરાંત પરોપદેશ અને આગમવચનની પણ અપેક્ષા રહે છે. (વિ.આ.ભા.ગા. ૮૬ શ્રી હેમચંદ્રસૂરિ ટીકા)