________________
અ૦ ૧ સૂ૦ ૧૭-૧૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
અવગ્રહ આદિનો વિષયઅર્થવ્ય | -૬૭ || અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા અર્થના છે.
અર્થાત્ સ્પશદિ ગુણરૂપ અર્થના અને સ્પશદિ ગુણયુક્ત દ્રવ્યરૂપ અર્થના અવગ્રહ આદિ થાય છે.
પ્રશ્ન- ઇન્દ્રિય અને મન ગુણ-પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે તો દ્રવ્યરૂપ અર્થના અવગ્રહાદિ શી રીતે પ્રવર્તે ? દ્રવ્યનો બોધ પર્યાયના બોધ દ્વારા જ થાય છે. જેમ કે–આંખનો વિષય રૂપ કે આકૃતિ આદિ છે. આંખ દ્રવ્યના રૂપને=આકૃતિને જુએ, દ્રવ્યને નહિ. દ્રવ્યના રૂપાદિને જાણીને આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો બોધ કરે છે. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો પણ દ્રવ્યના રસ આદિ ગુણ-પર્યાયને જાણી શકે છે. મન પણ પર્યાયને જ જાણી શકે છે. આથી દ્રવ્યરૂપ અર્થના અવગ્રહાદિ કેમ પ્રવર્તે ?
ઉત્તર– યદ્યપિ ઇન્દ્રિયો અને મનનો વિષય પર્યાય છે, છતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન હોવાથી પર્યાયના જ્ઞાન સાથે દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઈ જાય છે. આંખથી રૂપનું જ્ઞાન થતાંની સાથે જ આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો પણ બોધ અવશ્ય થઈ જાય છે. આથી દ્રવ્યરૂપ અર્થના પણ અવગ્રહાદિ થાય છે એમ સામાન્યથી=સ્થલ દષ્ટિએ કહી શકાય. પણ તાત્વિક દષ્ટિએ તો ગુણપર્યાયના જ અવગ્રહાદિ થાય. (૧૭)
પ્રકારાન્તરથી અવગ્રહનો વિષયવ્યાયાવર | ૨-૧૮ | વ્યંજનનો અવગ્રહ જ થાય છે.
અર્થાતુ વ્યંજન અવગ્રહનો (=અર્થાવગ્રહનો) જ વિષય બને છે. ઈહા આદિનો નહિ. જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ=સંયોગ વિના અર્થનું જ્ઞાન ન થઈ શકે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ=સંયોગ થાય તો જ અર્થનું જ્ઞાન થાય છે. માટે ૧. અર્થાત્ ઈહા આદિ જ્ઞાનવ્યાપારમાં ઇન્દ્રિય-વિષયનો સંયોગ અપેક્ષિત નથી. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. અવગ્રહમાં (-અવ્યક્ત જ્ઞાનમાં) જ એ સંયોગ
અપેક્ષિત છે. ૨. આ કથન ચલુ અને મન સિવાયની ઇન્દ્રિયો દ્વારા થતા મતિજ્ઞાન માટે સમજવું.