________________
૩૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ૧ સૂ૦ ૧૬ બહુ અને બહુવિધમાં તફાવત– કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોને સમજાવી શકે છે, પણ તે દરેક શાસ્ત્રનું તલસ્પર્શી વ્યાખ્યાન કરી શકતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોને ભણાવવા સાથે દરેક શાસ્ત્રનું તલસ્પર્શી વિવિધ વ્યાખ્યાન કરી શકે છે. અહીં પ્રથમ વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરે છે, પણ બહુવિધ વ્યાખ્યાન કરવાની તેનામાં શક્તિ નથી. બીજી વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરવા સાથે બહુવિધ વ્યાખ્યાન પણ કરી શકે છે, તેમ પ્રસ્તુતમાં તત આદિ શબ્દોનું સામાન્ય જ્ઞાન તે બહુ અને અનેક પ્રકારે જ્ઞાન તે બહુવિધ છે.
(૩) પ્રિ-અપ્રિ- પ્રિ એટલે જલદી. અપ્રિ એટલે વિલંબથી. કોઈ અમુક વસ્તુનું જ્ઞાન જલદી કરી લે છે તો કોઈ વિલંબથી કરે છે.
(૪) અનિશ્ચિત-નિશ્રિત નિશ્રિત એટલે નિશાની (=ચિહ્ન) સહિત. અનિશ્રિત એટલે નિશાની વિના. કોઈ વ્યક્તિ અમુક પ્રકારની નિશાનીથી આ અમુક વસ્તુ છે એમ જાણી લે છે, જ્યારે કોઈ વ્યક્તિ નિશાની વિના જાણી લે છે. જેમકે કોઇ ધ્વજને જોઈને આ જૈન મંદિર છે એમ જાણી લે. જ્યારે કોઈ ધ્વજ વિના જ આ જૈન મંદિર છે એમ જાણી લે.
(૫) અસંદિગ્ધ-સંદિગ્ધ– કોઈ અસંદિગ્ધ=કોઈ જાતના સંદેહ વિના ચોક્કસપણે સમજી લે, જ્યારે કોઈ સંદિગ્ધ =સંદેહ સહિત સમજે.'
(૬) ધ્રુવ-અધુવ–ધ્રુવ એટલે નિશ્ચિત. અધ્રુવ એટલે અનિશ્ચિત. એક પદાર્થને એક વખતે જે સ્વરૂપે જામ્યો હોય તે પદાર્થને ફરી જયારે જાણે ત્યારે તે જ સ્વરૂપે જાણે તે ધ્રુવ. એક પદાર્થને પ્રથમ જે સ્વરૂપે જામ્યો હોય, તે પદાર્થને ફરી તે સ્વરૂપે જાણી ન શકે તે અધુવ. જેમ કે કોઈનો અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિનો છે એમ ખબર પડી. પછી ફરી વાર
જ્યારે તે અવાજ સંભળાય છે ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે જાણે તે ધ્રુવ. પણ કોઈ વખત તે જ અવાજ સાંભળતાં આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ જાણી ન શકે તે અધુવ. (૧૬) ૧. કેટલાંક પુસ્તકોમાં અસંદિગ્ધને બદલે અનુક્ત એવો પાઠ જોવા મળે છે. વક્તાના શરૂઆતના
એકાદ શબ્દને સાંભળી અથવા અસ્પષ્ટ અધૂરા શબ્દને સાંભળી તેના કહેવાનો સંપૂર્ણ અભિપ્રાય સમજી શકાય તે અનુક્ત કહેવાય છે. તેનાથી વિપરીત-અર્થાત્ વક્તા સંપૂર્ણ બોલી રહે ત્યારે જ તેનો અભિપ્રાય સમજાય તેવું જ્ઞાન તે ઉક્ત છે.