________________
૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૭ (૧) કેરી સ્વાદિષ્ટ, મધુર, પાચક અને પુષ્ટિ આપનાર એક જાતનું ફળ છે. આ કેરીના સ્વરૂપની વિચારણા થઈ. (૨) જે લોકોની વાડીમાં કેરીઓ ઉત્પન્ન થાય છે તે લોકો કેરીના માલિકસ્વામી હોય છે. આ સ્વામીની વિચારણા થઈ. (૩) કેરીના ઝાડમાંથી કેરી ઉત્પન્ન થાય છે. આ નિમિત્તોની વિચારણા થઈ. (૪) કેરી ભારત, આફ્રિકા, અમેરિકા વગેરે દેશોમાં ઉત્પન્ન થાય છે. આ અધિકરણની વિચારણા થઈ. (પ) કેરી પાકી ગયા બાદ લગભગ એક મહિના સુધી ટકે. આ કાળની વિચારણા થઈ. (૬) કેરીના આફૂસ, પાયરી વગેરે અનેક પ્રકારો હોય છે. આ વિધાન (=પ્રકાર)ની વિચારણા થઈ.
હવે સમ્યગ્દર્શન ગુણની આ છ તારોથી વિચારણા કરીએ.
(૧) સ્વરૂપ સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તેનાથી જીવ વિવેકી બને છે, પારમાર્થિક જ્ઞાનવાળો બને છે, હેય-ઉપાદેયનો વિવેક કરી શકે છે, તેની પ્રાપ્તિ થતાં જીવનો સંસાર પરિમિત બની જાય છે. (૨) સ્વામી-સમ્યગ્દર્શન આત્માનો ગુણ હોવાથી તેનો સ્વામી જીવ છે, અજીવ નથી. (૩) નિમિત્તસમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી સ્વાભાવિક રીતે અને અધિગમથી પરોપદેશાદિનિમિત્તથી થાય છે. અથવામિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયનાલયોપશમ-ઉપશમ આદિથી થાય છે.(૪) અધિકરણ-સમ્યગ્દર્શન જીવમાં પ્રગટે છે માટે તેનું અધિકરણ જીવ છે. (૫) કાળ-સાયિક સમ્યગ્દર્શનનો કાળ સાદિ-અનંત છે. અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહે છે, ક્યારેક પણ તેનો નાશ થતો નથી. ઔપશમિકસમ્યકત્વનો કાળ જધન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. લાયોપથમિકસમ્યક્ત્વનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. (૬) પ્રકાર-સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને લાયોપશમિક એમ મુખ્ય ત્રણ ભેદો છે. (૭) ૧. મનુષ્યભવમાં પૂર્વ કોટિ આયુવાળો જીવ આઠ વર્ષની ઉંમરે સમ્યકત્વ પામી વિજય આદિ
ચારમાંથી કોઈ એક અનુત્તર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી મનુષ્યભવમાં આવીને પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી પુનઃ મનુષ્યગતિમાં આવે. આ ભવમાં અવશ્ય મોક્ષ પામે. વિજય આદિ ચાર વિમાનમાં ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. આથી બે વાર વિજય આદિમાં ઉત્પન્ન થતાં ૬૬ સાગરોપમ થાય અને મનુષ્યભવનો ત્રણ પૂર્વકોટિ જેટલો કાળ અધિક સમજવો. અથવા ત્રણ વાર અચુત દેવલોકે ઉત્પન્ન થાય તો પણ ૬૬ સાગરોપમ થાય, મનુષ્યભવનો કાળ અધિક સમજવો.