________________
અ૦ ૧ સૂ૦ ૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ થાય તે નય. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જયારે નયથી અપૂર્ણ=આંશિક બોધ થાય છે. આથી નય પ્રમાણનો એક અંશ છે.
નય અને પ્રમાણ વચ્ચે અંગગીભાવ છે. પ્રમાણ અંગી છે, જ્યારે નયો તેનાં અંગો છે. પ્રમાણ કોઈ પણ બાબતનો પૂર્ણપણે બોધ કરાવે છે, જયારે નય આંશિક બોધ કરાવે છે. જેમ કે–આત્મા નિત્ય છે કે અનિત્ય એ બાબતમાં “આત્મા નિત્યાનિત્ય છે–આ વાક્ય પ્રમાણવાક્ય છે. “આત્મા નિત્ય છે' અથવા “આત્મા અનિત્ય છે' આ વાક્ય નયવાક્ય છે. કારણ કે “આત્મા નિત્યાનિત્ય છે' એ વાક્યથી નિત્યત્વ-અનિત્યત્વ ધર્મની દૃષ્ટિએ આત્માનો પૂર્ણ રૂપે બોધ થાય છે. જ્યારે “આત્મા નિત્ય છે' એ વાક્યથી આત્માનો કેવળ નિત્યરૂપે બોધ થાય છે. આત્મા અનિત્ય પણ છે એ બોધ થતો નથી. એ જ પ્રમાણે “આત્મા અનિત્ય છે' એ વાક્યથી આત્માનો અનિત્યરૂપે બોધ થાય છે, પણ આત્મા નિત્ય પણ છે એ બોધ નથી થતો. તાનમિયામાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. આ વાક્ય પ્રમાણવાક્ય છે. જ્ઞાનેન મોક્ષ જ્ઞાનથી મોક્ષ થાય છે. આ વાક્ય નયવાક્ય છે. શિયા મોલ ક્રિયાથી મોક્ષ થાય છે. આ વાક્ય નયવાક્ય છે. (૬)
તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે એમ સામાન્યથી જણાવ્યું. હવે વિશેષરૂપે તત્ત્વ સંબંધી અધિગમ=જ્ઞાન કરવાનાં હારોનો નિર્દેશ કરે છે
निर्देश-स्वामित्व-साधनाधिकरण-स्थिति-विधानतः॥१-७॥
નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છે દ્વારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.
(૧) નિર્દેશ એટલે સ્વરૂપ. (૨) સ્વામિત્વ એટલે સ્વામી=માલિક. (૩) સાધન એટલે ઉત્પન્ન થવાનાં નિમિત્તો. (૪) અધિકરણ એટલે રહેવાનું સ્થાન. (૫) સ્થિતિ એટલે કાળ. (૬) વિધાન એટલે પ્રકાર.
પ્રથમ આપણે પ્રસિદ્ધ એક દષ્ટાંત લઈને અનુક્રમે આ છ દ્વારોથી વિચારણા કરીએ. જેથી તત્ત્વની વિચારણામાં આ છ ધારોનો અર્થ શીઘ સમજમાં આવી જાય. દા.ત. કેરી.