________________
૪૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧૦ સૂ૦ ૭. (૩) ગતિ- કઈ ગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ સિદ્ધિગતિમાં સિદ્ધ થાય. ભૂતકાળને આશ્રયીને અનંતરગતિ અને પરંપરગતિ એમ બે રીતે વિચાર થઈ શકે છે. અનંતરગતિની દષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપરાગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાત નરકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે.
(૪) લિંગ- પુરુષ આદિ કયા કયા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતરલિંગ અને પરંપરલિંગ એમ બે રીતે વિચારણા થઈ શકે છે. આ બંને પ્રકારના લિંગની દષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત્ પૂર્વભવમાં ગમે તે લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દષ્ટિએ આ કારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે.
(૧) સ્વલિંગ- રજોહરણ, મુહપત્તિ વગેરે. (૨) અન્યલિંગપરિવ્રાજક આદિનો વેષ. (૩) ગૃહસ્થલિંગ– ગૃહસ્થનો વેષ. જ્ઞાન, દર્શન, ચારિત્ર ભાવલિગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ ભાવલિંગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ભાવલિંગને આશ્રયીને (જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫) સ્વલિગે સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિંગે સિદ્ધ થાય છે.
(૫) તીર્થ– તીર્થમાં જ સિદ્ધ થાય કે અતીર્થમાં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીર્થમાં પણ સિદ્ધ થાય અને અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીર્થસિદ્ધ છે.
(૬) ચારિત્ર- કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ જીવ નીચારિત્રી નોઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. કારણ કે મોક્ષમાં પાંચ ચારિત્રમાંથી કોઈ ચારિત્ર હોતું નથી. ત્યારે સર્વથા ચારિત્રનો અભાવ છે એમ પણ ન કહી શકાય. ભૂતકાળની દૃષ્ટિએ અનંતરચારિત્ર અને પરંપરચારિત્ર એ બે રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પરંપરા ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મસમ્પરાય, યથાવાત એ ત્રણ અથવા છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય,