________________
૪૫૧
અ૦ ૧૦ સૂ૦૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર, અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ પાંચ ચારિત્રોમાં સિદ્ધ થઈ શકે છે.
(૭) પ્રત્યેક બુદ્ધબોધિત- કોણ સ્વયં બોધ પામીને સિદ્ધ થાય અને કોણ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કોઈ સ્વયંબુદ્ધ રૂપે, અર્થાત્ અન્યના ઉપદેશ વિના તેવા કોઈ નિમિત્તથી સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. કોઈ બુદ્ધબોધિત રૂપે, અર્થાત્ બીજાના ઉપદેશથી બોધ પામીને સિદ્ધ થાય છે. તીર્થકરો તથા પ્રત્યેકબુદ્ધો સ્વયંબુદ્ધ હોય છે. બીજા જીવો બુદ્ધબોધિત હોય છે.
(૮) જ્ઞાન- કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ મતિ-શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાનથી અથવા મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે.
(૯) અવગાહના– કેટલી અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય તેની વિચારણા. અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણ-ઊંચાઈ. ઉત્કૃષ્ટથી ૫૦૦ થી ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. જઘન્યથી ૨ થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દૃષ્ટિએ પોતાની કાયાના ૨/૩ ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દષ્ટિએ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે.
(૧૦) અંતર– સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે ? અંતર પડે તો કેટલું અંતર પડે તેની વિચારણા. જીવો અનંતર(=સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તો જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય