________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર દશમો અધ્યાય
નિર્જરાથી કર્મનો ક્ષય થાય છે, પણ આઠે કર્મોનો એકીસાથે ક્ષય થતો નથી. પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. પછી શેષ ચાર અઘાતી કર્મોનો ક્ષય થાય છે. આથી અહીં ચાર ઘાતી કર્મોના ક્ષયથી આત્મામાં કયો ગુણ પ્રગટ થાય છે તે જણાવે છે.
मोहक्षयाद् ज्ञान- दर्शनावरणा-ऽन्तरायक्षयाच्च केवलम् ॥ १०१ ॥ મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ ચાર કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન' પ્રગટ થાય છે.
યદ્યપિ ચાર કર્મના ક્ષયથી આત્મામાં ચાર ગુણ ઉત્પન્ન થાય છે, પણ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ કર્મ પહેલું હોવાથી અને જ્ઞાન આત્માનું લક્ષણ હોવાથી અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ગુણનો નિર્દેશ કર્યો છે. આ ચાર કર્મોના ક્ષયમાં પ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે. અંતર્મુહૂર્ત પછી જ્ઞાનાવરણ આદિ ત્રણે કર્મોનો એકી સાથે ક્ષય થાય છે. આથી જ સૂત્રમાં ‘મોક્ષયાત્’ એમ મોહક્ષયનો અલગ નિર્દેશ કર્યો છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો મુખ્ય છે. આથી એ ચારનો ક્ષય થયા પછી જ અઘાતી કર્મોનો ક્ષય થઇ શકે. ચાર ઘાતી કર્મોમાં પણ મોહનીય કર્મ પ્રધાન છે. આથી મોહનીય કર્મનો ક્ષય થયા પછી જ અન્ય ત્રણનો ક્ષય થઇ શકે છે. (૧) મોહનીય આદિ કર્મોના ક્ષયમાં હેતુ— વહેત્વમાવ-નિનાભ્યામ્ ॥ ૨૦-૨ ॥
બંધહેતુના અભાવથી, અર્થાત્ સંવરથી અને નિર્જરાથી મોહનીય આદિ કર્મોનો ક્ષય થાય છે.
અ૦ ૧૦ સૂ૦ ૧-૨
.
૪૪૩
કર્મ એ રોગ છે. રોગ દૂર કરવા બે કારણો જરૂરી છે. (૧) રોગના હેતુઓનો ત્યાગ (પથ્ય પાલનાદિ). જેથી રોગ વૃદ્ધિ પામતો અટકી જાય. (૨) થયેલ રોગના નાશ માટે ઔષધિનું સેવન. તેમ અહીં કર્મરૂપ રોગને દૂર કરવા તેના હેતુ મિથ્યાત્વાદિના ત્યાગ (સંવરનું સેવન) રૂપ પથ્યપાલન
૧. કેવળજ્ઞાનના સ્વરૂપનું વર્ણન પ્રથમ અધ્યાયમાં આવી ગયું છે.