________________
૪૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૪૯ ઉત્તર– પ્રાયઃ સંવરના કારણોથી નિર્જરા પણ થાય છે. અર્થાત્ જે જે સંવરના કારણો છે તે તે નિર્જરાનાં પણ કારણો છે. એથી જેમ જેમ સંવર અધિક તેમ તેમ નિર્જરા પણ વધારે. આ હકીકતને જણાવવા અહીં સંવર અને નિર્જરાનું નિરૂપણ એક જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. યદ્યપિ અહીં નિર્જરાના કારણ તરીકે તપ જણાવેલ છે, પણ તે મુખ્યતાની દષ્ટિએ કે ચૂલદષ્ટિએ છે. સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવે તો સંવરના કારણોથી (ગુપ્તિ, સમિતિ આદિથી) પણ નિર્જરા થાય છે. સંવરના કારણો ગુપ્તિ આદિ ચારિત્ર સ્વરૂપ છે. ચારિત્ર સંયમ અને તપ એમ ઉભય સ્વરૂપ છે. આથી જ “ચન-જ્ઞાન-ચરિત્રજિ મોક્ષમા' એ સૂત્રમાં તપનો નિર્દેશ નથી. સંયમથી સંવર થાય છે અને તપથી નિર્જરા થાય છે. તપ ચારિત્રનો જ એક વિભાગ કે ચારિત્ર સ્વરૂપ હોવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવો સંવર અને નિર્જરાનાં કારણોને જલદી અને સહેલાઈથી સમજી શકે એ માટે તપનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો હોય એમ સંભવિત છે. જૈનશાસનમાં પ્રસિદ્ધ અરિહંત આદિ નવપદોમાં તપપદને ચારિત્રપદથી અલગ ગણવામાં આવ્યું છે. (૪૯).
૧. જુઓ રાજવાર્તિક અ.૧૦, સૂ. ૧ ૨. જુઓ વિશેષાવશ્યક ગા.૧૧૭૪ અને તેની ટીકા. ૩. જુઓ હારિભદ્રીય અષ્ટકમાં પ્રત્યાખ્યાન અષ્ટક.