________________
૪૪૧
અo ૯ સૂ૦૪૯] શ્રીતવાથધિગમસૂત્ર
(૮) સ્થાન- સ્થાન એટલે આત્માના સંક્લેશ-વિશુદ્ધિના પર્યાયોની તરતમતા. પાંચ પ્રકારના સંયમીઓ જયાં સુધી કમથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. કારણ કે આત્મવિશુદ્ધિમાં કષાયોનો હ્રાસ કારણ છે. જેમ જેમ કષાયોનો હ્રાસ અધિક તેમ તેમ વિશુદ્ધિ અધિક અને સંક્લેશ ન્યૂન. તથા જેમ જેમ કષાયોનો હ્રાસ ન્યૂન તેમ તેમ વિશુદ્ધિ ન્યૂન અને સંક્લેશ અધિક. દરેક સંયમીના આત્મામાં કષાયોનો હ્રાસ સમાન હોતો નથી. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયોનો અભાવ હોવાથી નિષ્કષાયત્વ (કષાયના અભાવ) રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં યોગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩માં ગુણસ્થાને યોગનો વ્યાપાર હોય છે. ચૌદમાં ગુણઠાણે યોગનો સર્વથા અભાવ હોય છે. પાંચ પ્રકારના સંયમીઓમાં ઉક્ત સંયમસ્થાનો નીચે મુજબ છે.
પ્રારંભના સર્વ જઘન્ય સંયમસ્થાનો પુલાક અને કુશીલને હોય છે. તે બંને એકી સાથે અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. બાદ પુલાક અટકી જાય છે. જયારે કષાયકુશીલ પુનઃ અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાર બાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એ ત્રણે અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. બાદ બકુશ અટકી જાય છે, પણ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ત્યાંથી અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાં પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે, અને કષાયકશીલ ત્યાંથી પણ અસંખ્ય સંયમસ્થાનો સુધી જઇને પછી અટકે છે. ત્યારબાદ અકષાય (કષાયનો અભાવ) સંયમસ્થાનો આવે છે. તે નિગ્રંથને હોય છે. નિર્ગથ અસંખ્ય અકષાય સંયમસ્થાનો સુધી જઈને અટકે છે, ત્યાર પછી એક જ સંયમસ્થાનક બાકી રહે છે. સ્નાતક એ અંતિમ એક સંયમસ્થાનને પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. આ સંયમસ્થાનોમાં પૂર્વ પૂર્વના સંયમસ્થાનથી પછી પછીના સંયમસ્થાનમાં સંયમલબ્ધિ=વિશુદ્ધિ અનંત ગુણી હોય છે.
પ્રશ્ન- સંવર અને નિર્જરા એ બે જુદાં (સ્વતંત્ર) તત્ત્વો હોવાથી એ બેનું નિરૂપણ સ્વતંત્ર (અલગ અલગ) અધ્યાયમાં ન કરતાં એક જ અધ્યાયમાં કેમ કર્યું?