________________
४४०
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [૮૦ ૯ સૂ૦ ૪૯ મનગમતા ઉપકરણો મળે તો આનંદ પામે, તેવાં ન મળે તો ખેદ પામે. શરીર બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે. ઉત્તરગુણોમાં અતિચારો લગાડે, પણ મૂલગુણોમાં વિરાધના ન કરે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાનો અભાવ છે.
(૪) તીર્થ– તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણા. જ્યારે તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે અને જ્યાં સુધી ચતુર્વિધ સંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘનો વિચ્છેદ થયા પછી અતીર્થ=તીર્થનો અભાવ હોય છે. સર્વ પ્રકારના નિર્ચથો સર્વ તીર્થકરોના તીર્થોમાં હોય છે. મતાંતર-પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ તીર્થમાં જ હોય, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે.
(૫) લિંગ- લિંગ એટલે નિગ્રંથનું ચિહ્ન. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તિ વગેરે દ્રવ્યલિંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચ પ્રકારના નિગ્રંથોને ભાવલિંગ અવશ્ય હોય છે. દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગનો અભાવ હતો.
(૬) લેશ્યા– કોને કઈ લેગ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કષાયકુશીલને ત્રણ શુભ લેશ્યા હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલને છ વેશ્યા હોય છે. સૂક્ષ્મસંપરાય સંયમવાળા કષાયકુશીલ, નિર્ગથ અને સયોગી સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અયોગી સ્નાતકને વેશ્યાનો અભાવ હોય છે.
(૭) ઉપપાત મૃત્યુ પામીને કોણ ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્ત્રાર (આઠમા) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલ અનુક્રમે ૨૧ અને ૨૨ સાગરોપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા દેવલોકના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી સર્વ સૌધર્મ દેવલોકમાં બે થી નવ પલ્યોપમ સુધીની સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મોક્ષ પામે છે.