________________
અ૦ ૯ સૂ૦ ૪૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૩૯ કે ઉપશમ થઈ ગયો છે તે નિગ્રંથ. મોહનો સર્વથા ક્ષય ૧૨મા ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨મા અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષપક અને ઉપશમક નિગ્રંથ છે.
(૫) સ્નાતક-સ્નાતક એટલે મલને દૂર કરનાર. જેણે રાગાદિ દોષો રૂપ મળને દૂર કરી નાખ્યો છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સયોગી સ્નાતક અને (૨) અયોગી સ્નાતક. ૧૩માં ગુણઠાણે રહેલ સયોગી કેવળી સયોગી સ્નાતક છે. ૧૪મા ગુણઠાણે રહેલ અયોગી કેવલી અયોગી સ્નાતક છે. (૪૮)
પુલાક આદિ પાંચ નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા સંયમ-સુત-પ્રતિસેવના-તીર્થ-
નિયો -પતિસ્થાવિન્યત: સાધ્યાઃ || ૧-૪૬ છે.
સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારોથી નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા કરવી જોઇએ.
(૧) સંયમ– પાંચ ચારિત્રમાંથી કોને કેટલાં ચારિત્ર હોય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણને સામાયિક અને છેપોદસ્થાપનીય સંયમ હોય છે. કષાયકુશીલને પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાય એ બે સંયમ હોય છે. નિર્ગથ અને સ્નાતકને યથાખ્યાત ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાયકુશીલને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે.
(૨) શ્રત– કોને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાયકુશીલ અને નિગ્રંથને ચૌદપૂર્વનું શ્રુત હોય છે. જઘન્યથી પુલાકને આઠપૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું, બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) શ્રત હોય છે. સ્નાતક કેવળી હોવાથી શ્રત રહિત હોય છે.
(૩) પ્રતિસેવના- કોણ કેવા દોષોનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પોતાની ઈચ્છાથી ન કરે. ઉપકરણ બકુશો વિવિધ રંગના, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળા વસ્ત્ર-પાત્ર આદિને મેળવવાના લક્ષ્યવાળા હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણો રાખે, ઉપકરણોને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારાં