________________
૪૩૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૮ શાસ્ત્રોક્ત લિંગથી અન્ય સિંગને સાધુવેષને ધારણ કરે. (૫) સૂર્મપુલાકમનથી સૂક્ષ્મ અતિચારો લગાડે.
(૨) બકુશ બકુશ એટલે શબલ=ચિત્રવિચિત્ર. વિશુદ્ધિ અને અવિશુદ્ધિથી જેનું ચારિત્ર ચિત્ર-વિચિત્ર બને તે બકુશ. બકુશ સામાન્યથી બે પ્રકારના છે. (૧) શરીર બકુશ, (૨) ઉપકરણ બકુશ. શરીર બકુશ હાથપગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું, દાંત સાફ રાખવા, વાળ
ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તરફ લક્ષ્ય રાખે છે. ઉપકરણ બકુશ વિભૂષા માટે દંડ, પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઊજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણો રાખવા વગેરે તરફ લક્ષ્ય રાખે છે. બંને પ્રકારના બકુશો ક્રિયામાં શિથિલ હોય છે. એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્ય આડંબર, માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ કે સર્વછંદ પ્રાયશ્ચિત્તને યોગ્ય હોય છે. અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે–આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ. (૧) આભોગ- જાણવા છતાં દોષોનું સેવન કરે. (૨) અનાભોગ– અજાણથી દોષોનું સેવન કરે. (૩) સંવૃત્ત- અન્યના દેખતાં દોષોનું સેવન કરે. (૪) અસંવૃત્ત– કોઈ ન દેખે તેમ છૂપી રીતે દોષોનું સેવન કરે. (૫) સૂક્ષ્મ– થોડો પ્રમાદ કરે.
(૩) કુશીલ– કુશીલ એટલે અયોગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષોથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિગ્રંથ. તેના બે ભેદ છે. (૧) પ્રતિસેવના કુશીલ (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ– પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તરગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારો લગાડે. (૨) કષાયકુશીલ- સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ, સૂક્ષ્મકુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારના કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાણવું.
(૪) નિગ્રંથ- ગ્રંથ એટલે ગાંઠ. ગાંઠથી રહિત તે નિર્ચથ. જેની મોહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિગ્રંથ. અર્થાત્ જેના મોહનો સર્વથા ક્ષય