________________
અ૦ ૯ સૂ૦ ૪૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૨૯ અહીં ત્રણ શબ્દોથી ત્રણ હકીકતો જણાવવામાં આવી છે. (૧) પૃથફત્વ શબ્દથી ભેદ, (૨) વિતર્ક શબ્દથી પૂર્વગતશ્રુત અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરિવર્તન. તથા “એકાગ્રતાપૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથકત્વવિતર્ક સવિચાર ધ્યાનનો અર્થ આ પ્રમાણે થાય છે–જે ધ્યાનમાં પૂર્વગતશ્રુતના આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતાપૂર્વક ભેદ(દ્રવ્ય-પર્યાયનો ભેદ) પ્રધાન ચિંતન થાય અને સાથે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથક્વવિતર્ક-સવિચાર ધ્યાન. આનો ભાવાર્થ આ પ્રમાણે છે–પૂર્વધર મહાત્મા પૂર્વગત શ્રતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસારે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તિત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (=ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું આલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમ જ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું આલંબન લે છે, અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગનું કે મનોયોગનું આલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું આલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચાર– એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદરૂપે ચિતન હોય છે. વિતર્કનો અને વિચારનો ૧. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે. ૨. આ અર્થ માટે ‘પૃથફત્વ વિતર્ક સવિચાર’ એ નામમાં કોઈ શબ્દ નથી. પણ આગળ ૪૩મા
સૂત્રમાં આ અર્થનું સૂચન કર્યું છે. ૩. આ અર્થ પૃથક્ત શબ્દથી નીકળે છે. ૪. આ અર્થ ૩૧મા સૂત્રથી ચાલ્યો આવે છે. ૫. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે. ६. पृथक्त्वेन-एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां भेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः, तथा विचरणम् - કર્યાદ રાઝને એનાર્થે તથા મામૃતીનાં... (સ્થાનાંગસૂત્ર ચોથું પદ)