________________
૪૨૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [૮૦ ૯ સૂ૦ ૪૦-૪૧ બંને પ્રકારની શ્રેણિનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોના ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧મા ગુણસ્થાને ઉપશમશ્રેણિની અને ૧૨મા ગુણસ્થાને ક્ષપકશ્રેણિની સમાપ્તિ થાય છે. (ક્ષપકશ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હોતું નથી.) બંને પ્રકારની શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનોમાં ધર્મધ્યાન જ હોય છે. તથા ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ધર્મ અને શુક્લ બંને ધ્યાન હોઈ શકે છે. શ્રેણિએ ચઢનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) પૂર્વધર(શ્રુતકેવલી=સંપૂર્ણ ચૌદ પૂર્વધર) (૨) અપૂર્વધર(ચૌદ પૂર્વથી ન્યૂન શ્રુતના જ્ઞાતા). બંને પ્રકારની શ્રેણિમાં યથાસંભવ ૧૧મા અને ૧૨મા ગુણઠાણે પૂર્વધરને શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હોય છે અને અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. (૩૯)
શુક્લધ્યાનના અંત્ય બે ભેદના સ્વામી પરે વનિનઃ + ૨-૪૦ છે. શુક્લધ્યાનના અંતિમ બે ભેદો કેવલીને હોય છે.
તેરમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂર્તમાં મન-વચન એ બે યોગોનો સર્વથા નિરોધ થયા બાદ બાદર કાયયોગનો નિરોધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા હોય છે. ત્યારે ત્રીજો ભેદ હોય છે. સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થતાં, અર્થાત્ સંપૂર્ણ યોગનિરોધ થતાં, ચૌદમા ગુણસ્થાને આત્માની નિષ્પકંપ અવસ્થા રૂપ ચોથો ભેદ હોય છે. (૪૦)
શુક્લધ્યાનના ચાર ભેદોपृथक्त्वै-कत्ववितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपातिચુપરતિક્રિયાનિવૃત્તનિ . ૧-૪૨ |
પૃથકત્વવિતર્ક(સવિચાર), એકત્વવિતર્ક(અવિચાર), સૂમક્રિયાઅપ્રતિપાતી અને સુપરતક્રિયાઅનિવૃત્તિ એ ચાર શુક્લ ધ્યાનના ભેદો છે.
(૧) પૃથકત્વ-વિતર્કસવિચાર– પૃથકત્વ એટલે ભેદ જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ પરાવર્તન. વિચારથી સહિત તે 'સવિચાર. ૧. અહીં મૂળ સૂત્રમાં સવિચાર શબ્દ નથી. પણ આગળ ૪૪મા સૂત્રમાં બીજા ભેદને વિચાર રહિત કહ્યો છે. એટલે પ્રથમ ભેદ વિચાર સહિત છે એમ અથપત્તિથી સિદ્ધ થાય છે. વિચારનો અર્થ ગ્રંથકારે સ્વયં ૪૬મા સૂત્રમાં બતાવ્યો છે. તે જ અર્થ અહીં જણાવવામાં આવ્યો છે.