________________
અ૦ ૯ સૂ૦ ૩૮-૩૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૨૭
આ ધ્યાન અપ્રમત્ત સંયતને હોય છે. આથી નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં તાત્વિક ધર્મધ્યાન' ન હોય એ સિદ્ધ થાય છે. નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં અભ્યાસ રૂપ ધર્મધ્યાન હોય, પણ પારમાર્થિક ધર્મધ્યાન ન હોય. (૩૭)
ધર્મધ્યાનના સ્વામીનો નિર્દેશ
ઉપશાન્ત-ક્ષીળવષાયયોજ્જ ॥ ૧-૩૮ ॥
આ
ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધર્મધ્યાન હોય છે. ઉપરના સૂત્રમાં અપ્રમત્તસંયતને ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. સૂત્રમાં ઉપશાંતકષાય અને ક્ષીણકષાય સંયતને પણ ધર્મધ્યાન હોય છે એમ જણાવ્યું છે. ૧૧મા ગુણસ્થાને રહેલ મુનિ ઉપશાંતકષાય અને ૧૨મા ગુણસ્થાને રહેલ મુનિ ક્ષીણકષાય છે. આથી ૭ થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે એ સિદ્ધ થયું.૨ (૩૮)
શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી– જીવને વાઘે પૂર્વવિદ્ઃ ॥ ૧-૩૧ ॥
પૂર્વના જાણકાર ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદો હોય છે.
અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જો પૂર્વધર ન હોય તો તેમને ૧૧-૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જો પૂર્વધર હોય તો શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હોય.
અહીં ૩૮ અને ૩૯મા સૂત્રના ભાષ્યને અને ભાષ્યની ટીકાને જોતાં જણાય છે કે—ઉપશમ અને ક્ષપક એ બંને પ્રકારની શ્રેણિમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. અર્થાત્ ઉપશમશ્રેણિમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારના ધ્યાન હોય છે તથા ક્ષપકશ્રેણિમાં પણ ધર્મ અને શુક્લ એ બંને ધ્યાન હોય છે.
૧. દિગંબર ગ્રંથોમાં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય એવો નિર્દેશ છે. ૨. દિગંબર ગ્રંથોમાં બંને પ્રકારની શ્રેણિમાં (૮ થી ૧૨ ગુણસ્થાન સુધી) શુક્લધ્યાનનો જ
સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં ઉપશમ શ્રેણિમાં ૮ થી ૧૧ ગુણસ્થાન સુધી અને ક્ષપક શ્રેણિમાં ૮ થી ૧૦ ગુણસ્થાન સુધી શુક્લધ્યાનનો પ્રથમ ભેદ તથા ૧૨મા ગુણઠાણે બીજો ભેદ માનેલો છે.