________________
૪૨૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૩૭. દુઃખોનાં કારણો અજ્ઞાન, અવિરતિ, કષાય વગેરેનો એકાગ્રચિત્તે વિચાર તે અપાયરિચય ધર્મધ્યાન
(૩) વિપાકવિચય– વિપાક એટલે ફળ. તે તે કર્મના ઉદયથી થતા તે તે ફળનો વિચાર તે વિપાકવિચય. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણકર્મના ઉદયથી જીવ અજ્ઞાની રહે છે. દર્શનાવરણકર્મના ઉદયથી વસ્તુને જોઈ શકાય નહિ, નિદ્રા આદિનો ઉદય થાય. સાતવેદનીયકર્મથી સુખનો અને અસાતા વેદનીયકર્મથી દુઃખનો અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ, રતિ, અરતિ વગેરે મોહનીયકર્મના ઉદયથી થાય છે. આયુષ્યકર્મના ઉદયથી નરક આદિ ગતિમાં જકડાઈ રહેવું પડે છે. નામકર્મના ઉદયથી શુભ કે અશુભ દેહ આદિ મળે છે. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચ કે નીચ ગોત્રમાં જન્મ થાય છે. અંતરાયકર્મના ઉદયથી દાન, લાભ આદિમાં અંતરાય=વિપ્ન થાય છે.
(૪) સંસ્થાનવિચય- સંસ્થાન એટલે આકાર. લોકના તથા લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું પર્યાલોચન એ સંસ્થાનવિચય. લોક, જગત, વિશ્વ, દુનિયા વગેરે શબ્દો એકાર્થક છે. લોક ચૌદ રજુ પ્રમાણ છે, અર્થાત્ લોકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તો ૧૪ રજુ પ્રમાણ થાય છે. તેનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઈ ઊભા રહેલા પુરુષ સમાન છે. તેના ઊર્ધ્વ, અધો અને તિછ એમ ત્રણ વિભાગ છે. અધોલોક ઊંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિચ્છલોક થાળીની આકૃતિ સમાન ગોળ છે. ઊર્ધ્વલોક મૃદંગ કે ઊર્ધ્વમુખ કુંડા ઉપર મૂકેલા અધોમુખ કુંડાના આકાર સમાન છે. તિછલોકમાં નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જયોતિષ્ક જાતિના દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. પ્રારંભમાં અઢી દ્વીપમાં મનુષ્યો અને તિર્યંચોનો વાસ છે. બાકીના સઘળા દ્વીપોમાં કેવળ તિર્યંચોનો વાસ છે. ઊર્ધ્વલોકમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. અધોલોકમાં ભવનપતિ દેવો અને નારકો રહે છે. આ પ્રમાણે જિનોપદિષ્ટ શાસ્ત્રોના આધારે લોકના આકાર સ્વરૂપ વગેરેનો વિચાર તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.' ૧. લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન પાંચમા અધ્યાયમાં આવી ગયું છે.