________________
૪૨૫
અo ૯ સૂ૦ ૩૭] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ચોરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચોરીનાં સાધનો
ક્યાં કયાં છે, ચોરીનાં સાધનો ક્યાં મળે છે? કેવી રીતે મેળવવાં, ક્યાં કેવી ચોરી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્તે થતા વિચારો તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. રૂપ આદિ ઇષ્ટ વિષયોનું કે વિષયનાં સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.'
આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને, અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. પછીના ગુણસ્થાનોમાં આ ધ્યાન હોતું નથી. (૩૬).
ધર્મધ્યાનના ભેદો અને સ્વામી आज्ञा-ऽपाय-विपाक-संस्थानविचयाय धर्म्यमप्रमत्तसंयतस्य ॥९-३७ ॥
આજ્ઞા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય સંબંધી એકાગ્ર મનોવૃત્તિ તે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્તસંયતને હોય છે.
વિચય એટલે પર્યાલોચન=ચિંતન. મનની એકાગ્રતાથી આજ્ઞા આદિ ચારનું પર્યાલોચન=ચિંતન એ અનુક્રમે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય છે.
(૧) આજ્ઞાવિચય- જિનેશ્વર ભગવાનની આજ્ઞા સકલ જીવોને હિત કરનારી છે. સર્વ પ્રકારના દોષોથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણાં ગૂઢ રહસ્યો રહેલાં છે. આથી અતિલઘુકર્મી નિપુણ પુરુષો જ એમની આજ્ઞાને સમજી શકે છે. ઇત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતાપૂર્વક પર્યાલોચન=ચિંતન એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
(૨) અપાયરિચય– અપાય એટલે દુઃખ. સંસારના જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો,
૧. વિષયોને અને વિષયોનાં સાધનોને મેળવવાના વિચારો આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચારો રૌદ્રધ્યાન છે. વિષયોની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ આર્તધ્યાન છે. આર્ત અને રૌદ્ર ધ્યાનના આ સ્વરૂપને જાણનારા વિચારકને લગભગ સઘળા જીવો સદા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કરતા હોય છે એમ જણાયા વિના નહિ રહે.