________________
અo ૯ સૂ૦ ૨૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૨ ૧ આ ધ્યાન હોઈ શકે એમ કહ્યું છે. છ પ્રકારના સંઘયણમાંથી પ્રથમના ચાર' સંઘયણ ઉત્તમ છે. તેમાં પણ શુક્લધ્યાન તો પ્રથમસંઘયણવાળાને જ હોય. વર્તમાન કાળમાં કેવળ સેવાર્ત નામનું છઠ્ઠ સંઘયણ હોવાથી ઉત્તમ સંઘયણનો અભાવ છે. માટે આ કાળમાં આવું ધ્યાન ન હોઈ શકે.
ચલચિત્તની એક વિષયમાં સ્થિરતા રૂપ આ ધ્યાન છાસ્થ જીવોને જ હોય છે. અછદ્મસ્થ જીવોને કેવળી ભગવંતોને મનચિત્ત ન હોવાથી આ ધ્યાન હોતું નથી. તેમને યોગનિરોધ રૂપ ધ્યાન(શુક્લધ્યાનના અંતિમ બે ભેદો) હોય છે. (૨૭)
ધ્યાનના કાળનું પ્રમાણ આ મુહૂર્તાત્ ૧-૨૮ છે લગાતાર ધ્યાન વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી રહે છે.
મુહૂર્ત એટલે બે ઘડી બે ઘડીની ૪૮ મિનિટ થાય છે. મુહૂર્તની અંદર=મુહૂર્તથી ઓછું તે અંતર્મુહૂર્ત. મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) એક સમય પણ ઓછો હોય તો અંતર્મુહૂર્ત કહેવાય, બે સમય ઓછા હોય તો પણ અંતર્મુહૂર્ત કહેવાય. આ પ્રમાણે એક એક સમય ન્યૂન કરતાં અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો પડે છે. કારણ કે એક મુહૂર્તમાં અસંખ્ય સમયો થઈ જાય છે. જઘન્ય(=નાનામાં નાનું) અંતર્મુહૂર્તનવ સમયનું છે. ઉત્કૃષ્ટ(=મોટામાં મોટું) અંતર્મુહૂર્ત એક સમય ન્યૂન એક મુહૂર્ત (બે ઘડી)નું છે. અંતર્મુહૂર્ત બાદ અવશ્ય ચિત્ત ચલિત બને છે. ચિત્ત અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહીને ચલિત બન્યા પછી તુરત બીજી વાર લગાતાર અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. અંતર્મુહૂર્ત પછી ફરી ચિત્ત ચલિત થાય છે. પુનઃ તુરત અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. પૂલદષ્ટિએ આપણને લાગે કે કલાકો સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવે તો અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂક્ષ્મ પણ અવશ્ય ચલિત થઈ જાય છે.
પ્રશ્ન- જો ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહેતું હોય તો કલાકો કે દિવસો સુધી ધ્યાનમાં રહેવાના મળતા સમાચારો=ઉલ્લેખો અસત્ય છે ? ૧. દિગંબર ગ્રંથોમાં પ્રથમનાં ત્રણ સંઘયણો ઉત્તમ છે એવો નિર્દેશ છે. ૨. સંઘયણની સમજૂતી માટે જુઓ અ.૮, સૂ.૧૨નું વિવેચન. ૩. આ માટે જુઓ આ અધ્યાયના ૪૦મા અને ૪૬મા સૂત્રનું વિવેચન.