________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૨૭
(૧) બાહ્યોપધિ– સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપધિથી અતિરિક્ત ઉપધિનો કે અકલ્પ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવ-જંતુથી સંસક્ત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે.
(૨) અત્યંતરોપધિ– રોગાદિથી સંયમનો નિર્વાહ ન થઇ શકે ત્યારે કે મરણસમય નજીક આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાનો અને કષાયોનો ત્યાગ એ અત્યંતરોપધિ વ્યુત્સર્ગ છે. (૨૬)
ધ્યાનનું લક્ષણ–
૪૨૦
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ ९-२७ ॥ કોઇ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમસંઘયણવાળાને હોય છે.
અહીં સૂત્રમાં ચિન્તાનિરોધ ને ધ્યાન કહેલ છે. एकाग्र એટલે એક આલંબન=એક વિષય. ચિન્તા એટલે ચલચિત્ત. નિર્દોષ એટલે સ્થિરતા. ચલચિત્તની કોઇ એક વિષયમાં સ્થિરતા એ ધ્યાન.
પ્રશ્ન– ચારે ગતિમાં નબળા સંઘયણવાળા જીવોને પણ (આર્ત-રૌદ્ર આદિ) ધ્યાન હોય છે. અહીં કરેલી ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તો નબળા સંધયણવાળાને ધ્યાન ન હોઇ શકે. આથી આ વ્યાખ્યામાં વિરોધ આવે છે.
ઉત્તર– આ સૂત્રમાં પ્રબળ કોટિનું ધ્યાન જ ધ્યાન તરીકે વિવક્ષિત છે. અહીં સામાન્ય કોટિના ધ્યાનની ધ્યાન તરીકે ગણતરી કરી નથી. જેમ લોકમાં અધિક લક્ષ્મીવાળાને જ શ્રીમંત=ધનવાન કહેવામાં આવે છે, તેમ અહીં પ્રબળ કોટિની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવ્યું છે. આથી ચારે ગતિમાં નબળા સંઘયણવાળા જીવોને પણ ધ્યાન હોય છે એ અંગે આ વ્યાખ્યામાં જરાય વિરોધ નથી.
આ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન છે. આ સૂત્રમાં કહેલું પ્રબળ કોટિનું ધ્યાન નથી. કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઇએ. પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ ઉપર આધાર રાખે છે. માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિક બળ શરીરના મજબૂત સંઘયણની (=વિશિષ્ટ પ્રકારના બાંધાની) અપેક્ષા રાખે છે. માટે આ સૂત્રમાં ઉત્તમસંઘયણવાળાને