________________
૪૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૨૪ (૧) જ્ઞાનવિનય મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાન ઉપર બહુમાનભાવ રાખવો, શેય પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું વગેરે જ્ઞાન વિનય છે.
(૨) દર્શનવિનય- તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા કરવી, શમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાનો ત્યાગ કરવો વગેરે દર્શનવિનય છે.
(૩) ચારિત્રવિનય- પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે.
(૪) ઉપચારવિનય– સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક=મોટા આવે ત્યારે યથાયોગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઉભા થવું, આસન આપવું, વંદન કરવું, પ્રાયોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવો, સબૂત (તેમનામાં હોય તે) ગુણોની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરોક્ષ ગુર્નાદિકની મનમાં ધારણા કરી અંજલિ જોડવી, વંદન કરવું, સ્તુતિ કરવી વગેરે પણ ઉપચારવિનય છે. (૨૩)
વેયાવચ્ચના ભેદો– आचार्यो-पाध्याय-तपस्वि-शैक्षक-ग्लान-गण-कुल-सङ्यસાધુ-સમનોજ્ઞાનામ્ . ૧-૨૪ ..
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમનોજ્ઞ આ દશની વેયાવચ્ચ એ વેયાવચ્ચના દશ ભેદો છે.
આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્યવેયાવચ્ચ આદિ વેયાવચ્ચના ભેદો છે. સેવા યોંગ્યના દશ ભેદોને આશ્રયીને વેયાવચ્ચના દશ ભેદો છે. (૧) આચાર્ય- સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. (૨) ઉપાધ્યાય- સાધુઓને શ્રતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી– ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી.