________________
અ૦ ૯ સૂ૦ ૨૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૧૭
વંદન, અન્નપાણીનું આદાન-પ્રદાન, આલાપ આદિનો પરિહાર (=ત્યાગ) કરવો એ પરિહાર પ્રાયશ્ચિત્ત.
(૯) ઉપસ્થાપન– દોષોની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયનો ત્યાગ કરી બીજા નવા પર્યાયોમાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત.
નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક એ ત્રણ ભેદ છે. મૂલ– મૂળથી(સર્વથા) ચારિત્ર પર્યાયનો છેદ કરવો. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી.
અનવસ્થાપ્ય– શુદ્ધિ માટે ગુરુએ આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા.
પારાંચિક—સાધ્વીનો શીલભંગ વગેરે મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપાવેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઇ ગચ્છમાં પ્રવેશ કરે એ પારાંચિક પ્રાયશ્ચિત્ત છે.
તત્ત્વાર્થમાં નવતત્ત્વ પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના દશ ભેદોનો નિર્દેશ ન કરતાં નવ ભેદોનો નિર્દેશ કેમ કર્યો એ અંગે વિચારતાં જણાય છે કે—વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાંચિકનો વિચ્છેદ છે એથી તે બેનો નિર્દેશ નથી કર્યો તથા મૂલ અને ઉપસ્થાપનનો અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂળના સ્થાને જ ઉપસ્થાપનનો નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ નવ ભેદોનો નિર્દેશ પણ સુસંગત છે. (૨૨)
વિનયના ભેદો—
જ્ઞાન-વર્ણન-ચારિત્રોપવાાઃ ॥ ૧-૨૨ ॥
જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે.
વિનયના મુખ્ય બે ભેદ છે—(૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષમાર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના ક૨વી એ તાત્ત્વિક વિનય. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો એ ઉપચાર વિનય, મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તાત્ત્વિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદો છે. અવાંતર ભેદો અનેક છે.