________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૨૨
ધ્યાન પહેલાના એટલે કે પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદો છે. (૨૧) પ્રાયશ્ચિત્તના ભેદોનું વર્ણન– માલોચન-પ્રતિમા-તડુમય-વિવે-વ્યુત્પન્તપÐય્-પરિહારોપસ્થાપનાનિ ॥ ૧-૨૨ ॥
આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના અને પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે. (૧) આલોચના— આત્મસાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની સમક્ષ
૪૧૬
પ્રગટ કરવા.
(૨) પ્રતિક્રમણ– લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાત્તાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરવો એ પ્રતિક્રમણ. (૩) તદુભય– આલોચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષોની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષોને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કૃત આપવું.
(૪) વિવેક– વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે. (૫) વ્યુત્સર્ગ– વિશેષ પ્રકારે (=ઉપયોગપૂર્વક) ઉત્સર્ગ (=ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) તપ છે. અનેષણીય કે જંતુમિશ્રિત આહારપાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરવામાં આવે છે. (૬) તપ– પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે બાહ્ય-અત્યંતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત.
(૭) છેદ– દીક્ષાપર્યાયના છેદથી દોષોની શુદ્ધિ.
(૮) પરિહાર– ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યંત
૧. ધ્યાનના ભેદોના પણ અવાંતર ભેદો હોવાથી, તથા ધ્યાન વિષે વધારે કહેવાનું હોવાથી ધ્યાનના ભેદો હોવા છતાં તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો નથી.