________________
૪૧૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૯ સૂ૦ ૧૯ સંયમમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થળમાં રહીને જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્તચર્યા સલીનતા છે. આમ વિવિક્તચર્યા સંલીનતા અને વિવિક્તશય્યાસનનો અર્થ સમાન હોવાથી વિવિક્તશય્યાસનનો વિવિક્તચર્યા સલીનતામાં સમાવેશ થઈ જાય છે. ઇન્દ્રિયસલીનતા આદિ ત્રણ સંલીનતા વિના વિવિક્તચર્યા સલીનતા નિરર્થક છે. એટલે અહીં વિવિક્તશપ્યાસનના નિર્દેશથી ગર્ભિત રીતે ચાર પ્રકારની સંસીનતાનો નિર્દેશ કર્યો છે. આ દષ્ટિએ વિવિક્તશપ્યાસન, વિવિક્તચર્યા સંલીનતા કે સંલીનતા એ શબ્દો લગભગ સમાન અર્થવાળા છે.
આ તપના સેવનથી સંયમની રક્ષા-વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્યભંગનો ભય રહેતો નથી, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનો એકાગ્રતાપૂર્વક થાય છે.
(૬) કાયક્લેશ- જેનાથી કાયાને ક્લેશ-કષ્ટ થાય તે કાયક્લેશ તા. વીરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ, ઉગ્રવિહાર આદિ કાયક્લેશ તપ છે. આ તપના સેવનથી શરીર ઉપરનો રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે, વિર્યાતરાયકર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય છે, શાસનપ્રભાવના થાય છે.
આ છ પ્રકારનો તપ બાહ્યલોકો=જૈનેતરદર્શનના અનુયાયીઓ પણ કરે છે. આ તપને જોઇને લોકો તપસ્વી કહે છે. બાહ્યથી તપ તરીકે દેખાય છે, બાહ્ય શરીરને તપાવે છે, વગેરે અનેક કારણોથી આ તપને બાહ્ય તપ કહેવામાં આવે છે.
બાહ્ય તપના સેવનથી શરીરની મૂછનો ત્યાગ, આહારની લાલાસનો ત્યાગ, પરિણામે ઇન્દ્રિયો ઉપર વિજય, શારીરિક રોગોનો અભાવ, શરીર હલકું બને, પરિણામે સંયમની પ્રત્યેક ક્રિયા સ્કૂર્તિથી-ઉલ્લાસથી થવાથી ૧. વિશેષ સ્પષ્ટતા માટે દશવૈકાલિક-નિર્યુક્તિની હારિભદ્રીય ટીકા તથા ઉત્તરાધ્યયન સૂત્રના
ભાષ્યની ટીકા વગેરે જોવાની જરૂર છે. ૨. આ હકીકત આસ્તિક સર્વ દર્શનકારોને એકસરખી માન્ય છે. આથી ગીતા વગેરે ગ્રંથોમાં
આનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । ન્દ્રિયાન વિમૂહાત્મા મિથ્યાવાર સ ધ્યતે | (ગીતા અ.૩, શ્લોક-૬) જે મૂઢપુરુષ કર્મેન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઇન્દ્રિયોના ભોગોનું સ્મરણ કરે છે=ભોગોને ઇચ્છે છે તે મિથ્યાચારી દંભી છે.