________________
અ૦ ૯ સૂ૦ ૧૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૧૩ આપત્તિના પ્રસંગે ધીરતા રાખી શકાય તેવું સત્વ પ્રગટે છે. આહારની લાલસા નાશ પામે છે કે ઘટી જાય છે. અશુભ કર્મોની ખૂબ નિર્જરા થાય છે. આથી આ તપ સંયમની સાધનામાં ખૂબ સહાયક બને છે.
(૪) રસપરિત્યાગ– મધુર સ્વાદિષ્ટ રસવાળા પદાર્થોનો ત્યાગ એ રસપરિત્યાગ તપ, અર્થાત્ ઇન્દ્રિયોને અને સંયમને વિકૃત કરનાર (દૂષિત કરનાર) વિગઈઓનો ત્યાગ એ રસપરિત્યાગ. જે આહાર ઇન્દ્રિયોને કે સંયમને વિકૃત કરે તે વિગઈ કહેવાય. વિગઈના મુખ્ય બે ભેદ છે–(૧) મહાવિગઈ અને (૨) લઘુવિગઈ. મદિરા, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ (કડાવિગઈ) એ છ લઘુ વિગઈ છે. દેહના પોષણ માટે અનિવાર્ય વિગઈ સિવાયની વિગઈનો સાધકે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. વિગઈના ત્યાગથી ઇન્દ્રિયો કાબૂમાં રહે છે, નિદ્રા ઓછી થઈ જાય છે, શરીરમાં સ્ફર્તિ રહેવાથી સ્વાધ્યાય આદિ સાધના ઉત્સાહપૂર્વક થાય છે. આમ રસપરિત્યાગથી અનેક લાભો થાય છે. બિનજરૂરી વિગઈનો ઉપયોગ કરવાથી ઇન્દ્રિયો પુષ્ટ બનીને બેકાબૂ બને છે, શરીરમાં જડતા આવે છે, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનોમાં શિથિલતા આવે છે. પરિણામે આત્મા સંયમથી યુત બને એ પણ સંભવિત છે. આથી સાધકે અન્ય અનશન આદિ તપ ન થઈ શકે તેમ હોય તો પણ આ તપનું સેવન અવશ્ય કરવું જોઇએ.
(૫) વિવિક્તાશય્યાસન- વિવિક્ત એટલે એકાંત. એકાંતમાં શપ્યા આદિ રાખવું. અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિક્તશય્યાસન. સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે તેવા શૂન્ય ઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્તશવ્યાસન તપ છે. અન્ય કેટલાક ગ્રંથોમાં વિવિક્તશય્યાસનના સ્થાને સંલીનતા તપનો નિર્દેશ છે. સંલીનતા એટલે સંયમ. સલીનતાના ચાર ભેદ છે–(૧) ઇન્દ્રિય સંલીનતા (૨) કષાય સંલીનતા (૩) યોગ સંલીનતા અને (૪) વિવિક્તચર્યા સલીનતા. ઇન્દ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇન્દ્રિય સંલીનતા, કષાય સંલીનતા અને યોગ સંલીનતા છે. ૧. વિગઈઓના વિશેષ વર્ણન માટે “પ્રત્યાખ્યાનભાષ્યનું અવલોકન કરવું.