________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૯
(૨) અવમૌદર્ય– ભૂખથી ઓછો આહાર લેવો તે અવમૌદર્ય (=ઊણોદરી) તપ. કોને કેટલો આહાર જોઇએ એનું માપ ભૂખના આધારે થઇ શકે. તે છતાં સામાન્યથી પુરુષને ૩૨ કોળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૮ કોળિયા પ્રમાણ આહાર પૂરતો છે. કોળિયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું અથવા સુખપૂર્વક (=મુખને વિકૃત કર્યા વિના) મુખમાં પ્રવેશે તેટલું જાણવું. ૩૧ કોળિયા(સ્ત્રીની અપેક્ષાએ ૨૭ કોળિયા) આહાર જધન્ય (=ઓછામાં ઓછી) ઊણોદરી છે. ત્યારબાદ ૩૦, ૨૯... એમ યાવત્ ૮ કોળિયા જ આહાર લેવો એ ઉત્કૃષ્ટ ઊણોદરી છે. ઊણોદરી તપથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તતા, અલ્પનિદ્રા, સંતોષ વગેરે ગુણોનો લાભ થવાથી સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક સારી રીતે થાય છે. આમ ઊણોદરી તપ સંયમની રક્ષા આદિ માટે અતિશય આવશ્યક છે.
૪૧૨
(૩) વૃત્તિપરિસંખ્યાન– વૃત્તિ એટલે આહાર. તેનું પરિસંખ્યાન (=ગણતરી) કરવું તે વૃત્તિપરિસંખ્યાન. અર્થાત્ આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારનો જ આહાર લેવો એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિપરિસંખ્યાન યા વૃત્તિસંક્ષેપ તપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારે વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરવાથી આ તપ થઇ શકે છે. (૧) દ્રવ્યથી— અમુક જ દ્રવ્યો લેવાં, તે સિવાયનાં દ્રવ્યોનો ત્યાગ એ દ્રવ્યથી અભિગ્રહ છે અથવા અમુક સંખ્યામાં જ ૪-૫-૬ દ્રવ્યો લેવાં, તેથી અધિક દ્રવ્યોનો ત્યાગ એ પણ દ્રવ્યથી અભિગ્રહ છે. (૨) ક્ષેત્રથી અમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રનો ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી, તે સિવાયના ઘરોનો ત્યાગ. ગૃહસ્થો ઘરમાં અમુક વસ્તુનો ત્યાગ, અથવા ઘરની બહાર અમુક વસ્તુનો ત્યાગ ઇત્યાદિ રૂપે ક્ષેત્રથી અભિગ્રહ લઇ શકે છે. (૩) કાળથી— બપોરના સમયે જ ભિક્ષા ગ્રહણ કરવી વગેરે કાળથી અભિગ્રહ છે. ગૃહસ્થો પણ અમુક વસ્તુ રાત્રે ન લેવી, ઉનાળામાં ન લેવી વગેરે અનેક રીતે કાળથી અભિગ્રહ કરી શકે છે. (૪) ભાવથી– હસતો પુરુષ વહોરાવે તો જ વહોરવું ઇત્યાદિ ભાવથી અભિગ્રહ છે. ગૃહસ્થો પણ તબિયત નરમ હોય તો જ અમુક વસ્તુ લેવી, અન્યથા નહિ, અમુક જ વ્યક્તિ પીરસે તો ભોજન કરવું, અન્યથા નહિ. આમ અનેક રીતે ભાવથી અભિગ્રહ લઇ શકે છે. આ તપના સેવનથી