________________
૪૧૧
અ૦ ૯ સૂ૦ ૧૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અનશન છે. માવજીવિક અનશનના ત્રણ ભેદો છે–(૧) ભક્તપ્રત્યાખ્યાન (૨) ઇંગિની (૩) પાદપોપગમન.
(૧) ભક્તપ્રત્યાખ્યાન– જીવનપર્યત ભક્તનું પ્રત્યાખ્યાન (-ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના આહારનો ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન. આ તપમાં શરીર પરિકર્મ(=ઊઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજાની પાસે પણ કરાવી શકે છે. તથા અમુક નિયત પ્રદેશમાં જ જઈ શકાય એવો પ્રતિબંધ નથી.
(૨) ઈગિની- ઇંગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત=(નિયત કરેલા) અમુક જ ભાગમાં હરવું, ફરવું આદિ ચેષ્ટા થઈ શકે તે ઇંગિની અનશન. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. શરીર પરિકર્મ સ્વયં કરી શકે, પણ બીજાની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઈ શકાય.
(૩) પાદપોપગમન– પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન અનશન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગોપાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા એક પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. આ અનશનમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે.
આ ત્રણ પ્રકારના અનશનમાં પછી પછીનું અનશન અધિક શ્રેષ્ઠ છે. પૈર્યવાન સાધક જ આ અનશનોનો સ્વીકાર કરી શકે છે. તેમાં પણ પછી પછીના અનશનનો સ્વીકાર કરનાર અધિક વૈર્યવાન હોય છે. આ ત્રણમાંથી ગમે તે પ્રકારના અનશનનો સ્વીકાર કરનાર જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં કે મોક્ષમાં જાય છે. ધૈર્યવાન મહાપુરુષો રોગાદિકના કારણે ધર્મનું પાલન કરવા અસમર્થ બની જાય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે પોતાની ધીરતા પ્રમાણે ત્રણમાંથી કોઈ એક અનશનનો સ્વીકાર કરે છે. આ ત્રણમાંથી કોઈ પણ અનશન નિવ્યઘાતમાં સંલેખનાપૂર્વક કરવો જોઈએ. વ્યાધિ, વિદ્યુત્પાત, સર્પદંશ, સિંહાદિ ઉપદ્રવ વગેરે વ્યાઘાતમાં સંલેખના વિના પણ થઈ શકે.