________________
અ૦ ૯ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૦૯ પર્યાયવાળા મુનિઓ જ આ સંયમ સ્વીકારી શકે. તીર્થંકરની પાસે કે તીર્થકરની પાસે જેમણે આ ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેમની પાસે જ આ ચારિત્રનો સ્વીકાર થઈ શકે. આ ચારિત્ર સ્થિતકલ્પમાં (ભરત-ઐરાવત એ બે ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં) જ બે પુરુષ યુગ (=પાટપરંપરા) સુધી જ હોય છે. જેમ કે આ તીર્થમાં શ્રી જંબુસ્વામી સુધી આ ચારિત્ર હતું. તેમના નિર્વાણ બાદ આ ચારિત્રનો વિચ્છેદ થયો.
(૪) સૂમસંપરાય- સૂક્ષ્મસંપરાય શબ્દમાં સૂક્ષ્મ અને સંપરાય એ બે શબ્દો છે. સંપરાય એટલે લોભ. જયારે ચાર કષાયોમાં કેવળ લોભ જ હોય અને તે પણ સૂક્ષ્મ(=અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હોય છે. કેવળ સૂક્ષ્મ લોભ દશમા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મોહનીયની ૨૭ પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ થઈ ગયો હોય છે. માત્ર લોભનો જ ઉદય હોય છે. લોભ પણ સૂક્ષ્મ (=અત્યંત અલ્પ પ્રમાણમાં) હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથી સૂક્ષ્મ સંપરા ચારિત્રનો પણ અભાવ છે.
(૫) યથાખ્યાત- યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાયન=કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાતચારિત્ર છે. ૧૧, ૧૨, ૧૩, ૧૪ એ ચાર ગુણસ્થાનોમાં કષાયના ઉદયનો બિલકુલ અભાવ હોય છે. આથી એ ચાર ગુણસ્થાનવર્તી સાધુઓને યથાખ્યાત ચારિત્ર હોય છે. વર્તમાનમાં એ ચાર ગુણસ્થાનોનો અભાવ હોવાથી યથાખ્યાત ચારિત્રનો અભાવ છે.
આ પાંચ ચારિત્રોમાં પૂર્વ પૂર્વ ચારિત્રથી ઉત્તરોત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. સામાયિકથી છેદોપસ્થાપનીય વધારે વિશુદ્ધ છે. છેદોપસ્થાપનીયથી પરિહારવિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે...
પ્રશ્ન- ચારિત્રનો ગુણિમાં કે સમિતિમાં સમાવેશ કરી દેવો જોઇએ. કારણ કે સમિતિ-ગુપ્તિ વિના ચારિત્રનું પાલન અશક્ય હોવાથી ચારિત્ર સમિતિ-ગુક્તિ સ્વરૂપ છે. ૧. ૧૧મા ગુણસ્થાને કષાયોનો ઉપશમ છે. ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનોમાં લય હોય છે.