________________
४०८
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૮ પરિહાર તપની વિધિ– ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ. ચોમાસામાં જઘન્ય અઠ્ઠમ, મધ્યમ ચાર ઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું વિધાન છે. જે સમયે પરિહાર તપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે ઋતુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ' પૂર્વક જ ગોચરી લાવવાની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગમે તે પ્રકારનો તપ કરે. આ તપ છ મહિના સુધી કરે. છ મહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ આ તપ શરૂ કરે અને છ મહિના સુધી કરે. તપ કરી ચૂકેલા ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરનારની સેવા કરે. અર્થાત જે તપસ્વી હોય તે સેવક બને અને જે સેવક હોય તે તપસ્વી બને. છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે. તે પણ છ મહિના સુધી કરે, બાકીના આઠ સાધુઓમાંથી એક સાધુ વાચનાચાર્ય બને. બાકીના બધા કે એક સાધુ તપસ્વીની સેવા કરે. જે વખતે ચાર સાધુઓ તપ કરતા હોય તે વખતે સેવા કરનારા ચાર સાધુઓ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે. જે વખતે વાચનાચાર્યને તપ ચાલતો હોય તે વખતે અન્ય આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે. અર્થાત્ તપ કરનાર સિવાયના સઘળા સાધુઓ દરરોજ આયંબિલ કરે. ક્યારેક ઉપવાસ પણ કરે. આમ આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે.
પરિહારકલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ તપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિર કલ્પ પણ સ્વીકારે. પરિહારકલ્પમાં રહેલા મુનિઓ આંખમાં પડેલું તૃણ પણ સ્વયં બહાર કાઢે નહિ, કોઈ પણ જાતના અપવાદનું સેવન કરે નહિ, ત્રીજા પહોરે ભિક્ષા કરે. ભિક્ષા સિવાયના કાળમાં કાયોત્સર્ગમાં રહે, કોઈને દીક્ષા આપે નહિ. કવચિત્ ઉપદેશ આપે, નવો અભ્યાસ ન કરે, કિન્તુ ભણેલાનું પરાવર્તન કરે.
જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વનું જ્ઞાન હોય તેવા પ્રથમ સંઘયણવાળા, જઘન્યથી ઓગણત્રીશવર્ષના ગૃહસ્થ (જન્મ)પર્યાયવાળા અને વીસ વર્ષના ચારિત્ર૧. આ માટે જુઓ પ્રવચન સારોદ્ધાર, પંચસંગ્રહ વગેરે ગ્રંથો. ૨. જુઓ વિશેષાવશ્યક ગાથા-૧૨૭૪ની ટીકા.