________________
અ૦ ૯ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૦૭ સાર– ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરોના સાધુઓને ઇત્વરકાલિક સામાયિક તથા છેદોપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. તેમાં દીક્ષાના પ્રારંભથી જયાં સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ન આપવામાં આવે ત્યાં સુધી ઇત્વરકાલિક સામાયિક (નાની દીક્ષા) હોય છે. જ્યારે છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં આવે ત્યારથી જીવનપર્યત છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. શેષ ૨૨ જિનેશ્વરોના સાધુઓને અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થકરના સાધુઓને યાવજીવિક સામાયિક ચારિત્ર જ હોય છે. તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી.
છેદોપસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે–(૧) નિરતિચાર અને (૨) સાતિચાર.
નિરતિચાર એટલે અતિચારથી રહિત. સાતિચાર એટલે અતિચારથી સહિત. અહીં અતિચાર એટલે મૂલગુણનો સર્વથા ભંગ. મૂલગુણના સર્વથા ભંગથી રહિત સાધુને નિરતિચાર અને મૂલગુણના સર્વથા ભંગવાળા સાધુઓને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. ઇવરસામાયિકવાળા સાધુને છેદોપસ્થાપનીય ચારિત્ર નિરતિચાર હોય છે. એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં જતા સાધુને પણ છેદોપસ્થાપનીય નિરતિચાર હોય છે. જેમ કે-શ્રી મહાવીર ભગવાનના સાધુઓ પાસે ઉપસંપદા સ્વીકારનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનું છેદોપસ્થાપનીય ચારિત્ર નિરતિચાર હોય છે. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ– અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. વાચનાચાર્ય આઠેય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચાનાચાર્ય તરીકે સ્થાપે છે. આ વાચનાચાર્ય આ કલ્પમાં પારિહારિક અને અનુપારિવારિકને ક્યાંક અલના થાય તો પ્રાયશ્ચિત્ત આપે.