________________
અ૦ ૯ સૂ૦ ૧૧-૧૨-૧૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર સયોગી કેવળીમાં પરીષહોની વિચારણા— નિને ! ૧-૧ ॥
एकादश
જિનમાં અગિયાર પરીષહો સંભવે છે.
૪૦૩
જિનને ઘાતીકર્મોનો ઉદય ન હોવાથી ઘાતીકર્મના ઉદયથી થતા પરીષહો હોતા નથી. જિનને વેદનીયકર્મનો ઉદય હોવાથી વેદનીયકર્મના ઉદયથી થતા ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરીષહો સંભવે છે. (૧૧) નવમા ગુણસ્થાને પરીષહો– વારસંપરાયે સર્વે ॥ ૧-૨ ॥
નવમા ગુણસ્થાને સઘળા પરીષહો હોય છે.
જે જે કર્મના ઉદયથી પરીષહો આવે છે તે સર્વ કર્મોનો ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરીષહો સંભવે છે. (૧૨)
કયા કયા કર્મના ઉદયે કયા કયા પરીષહો આવે તેની વિચારણા— જ્ઞાનાવરણે પ્રજ્ઞાાને ૫-૨-૨૩ ॥
પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે હોય છે. પ્રશ્ન– પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઇ શકે ?
ઉત્તર– અહીં ‘જ્ઞાનાવરણ કર્મના ઉદયે' એટલે ‘જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી’ એવો અર્થ નથી, કિન્તુ ‘જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે' એવો અર્થ છે. પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એવો અર્થ સુસંગત છે. આગળના સૂત્રોમાં પણ આવા સ્થળે ‘ઉદયે’નો ‘ઉદય વખતે' એવો અર્થ કરવો ઠીક લાગે છે. જે પરીષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરીષહમાં ‘ઉદયે’નો અર્થ ‘ઉદયથી' કરવો જોઇએ. જેમ કેઅજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે.
૧. રાજવાર્તિકના આધારે.