________________
૪૦૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૯
(૫) દંશમશક— ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દંશમશક પરીષહ છે. દંશમશક પરીષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, રજોહરણ આદિથી જીવોને દૂર પણ ન કરવા, કિન્તુ સમભાવે વેદનાને સહન કરવી એ પરીષહજય છે. તે સ્થાનનો ત્યાગ કરવો કે રજોહરણ આદિથી જીવોને દૂર કરવા એ પરિષહ અજય છે.
(૬) નગ્નતા– શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પમૂલ્યવાળાં વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરીષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું, શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોનો ઉપભોગ કરવો એ પરીષહજય છે. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનો ઉપભોગ કરવો એ પરીષહ અજય છે. અથવા જિનકલ્પ આદિ અવસ્થામાં નગ્ન રહેવું એ નગ્નતા પરીષહ છે. તેમાં લજ્જા ન રાખવી વગેરે પરીષહજય છે. લજ્જા રાખવી વગેરે પરીષહ અજય છે. (૭) અરતિ– સંયમનું પાલન કરતાં અતિ ઉત્પન્ન થાય એ અરતિ પરીષહ છે. શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરીષહજય છે અને અત્યાગ એ પરીષહનો અજય છે.
(૮) સ્ત્રી– સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કે ભોગ-પ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરીષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું, તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરીષહજય છે અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિનો સ્વીકાર કરવો એ પરીષહ અજય છે. (૯) ચર્યા– ચર્યા એટલે વિહાર. વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્યા પરીષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો એ પરીષહજય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કરવો કે વિહાર જ ન કરવો એ પરીષહ અજય છે. (૧૦)નિષદ્યા– નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ સ્થાન. ઉપાશ્રય આદિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષદ્યા પરીષહ છે. એ પ્રસંગોને આધીન ન