________________
૩૯૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૭. તે આસવભાવના. આ ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં વિવિધ રીતિએ આસવનો વિચાર કરવામાં આવ્યો છે. સામાન્યથી મન, વચન અને કાયા એ ત્રણ યોગ આસવ છે(=આસવનાં કારણ છે). વિશેષથી અવ્રત, ઇન્દ્રિય, કષાય અને ક્રિયા એ ચાર આસવ છે. કર્મોનું આસ્રવ થતાં કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. નરકગતિમાં ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પરોદીવિત એમ ત્રણ પ્રકારની વેદના સતત જીવન પર્યત સહન કરવી પડે છે. તિર્યંચગતિમાં પરાધીનતા, ઠંડી, ગરમી, રોગ વગેરે અનેક દુઃખો સહન કરવા પડે છે. મનુષ્યગતિ પણ ધનનું ઉપાર્જન, રક્ષણ, વિયોગ વગેરેની ચિંતા, પરાધીનતા, રોગ, પરરાજ્યાદિનો ભય વગેરે અનેક કષ્ટોથી ભરપૂર છે. દેવગતિમાં પણ બાહ્ય સુખ હોવા છતાં ઈર્ષા, રોષ, દ્વેષ વગેરે અનેક રીતે માનસિક દુઃખ હોય છે.
ફળ– આસવોનો યથાર્થ બોધ થાય છે, અને આસવનિરોધ માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૮) સંવર- સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ તથા સંવરથી થતું સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આ અધ્યાયમાં સંવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આસવનો નિરોધ એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને તપથી સંવર (આસવનો નિરોધ) થાય છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે છે તેમ તેમ આસવથી થતાં દુઃખોથી મુક્ત બનતો જાય છે.
ફળ–સંવરનો સુંદર બોધ થાય છે તથા સંવરના સેવન માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૯) નિર્જરા નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણો, નિર્જરાથી થતો લાભ વગેરેની વિચારણા એ નિર્જરા ભાવના છે. નિર્જરા એટલે કર્મોનો ક્ષય. નિર્જરા બે પ્રકારની છે. (૧) અબુદ્ધિપૂર્વક અને (૨) બુદ્ધિપૂર્વક. હું કર્મોનો ક્ષય કરું એવી ભાવના=બુદ્ધિ વિના કર્મના ઉદયથી થતો કર્મોનો ક્ષય ૧. નરક ગતિનાં દુઃખોનાં વિશેષ વર્ણન માટે જુઓ અ.૩, સૂત્ર-૩-૪નું વિવેચન. ૨. ચાર ગતિનાં દુઃખોના વિસ્તારથી વર્ણન માટે જુઓ ભવભાવના ગ્રંથ. ૩. તસ્વાર્થભાષ્ય આદિમાં અહીં કુશલમૂલ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે.