________________
અ૦ ૯ સૂ૦૭]. શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૯૫ અબુદ્ધિપૂર્વક નિર્જરા છે. આમાં કર્મનો નાશ કરવાના અધ્યવસાય નહિ હોવાથી અનિચ્છાએ કર્મોનો ક્ષય થાય છે. આથી કર્મક્ષયની સાથે સાથે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો તથા આર્ત અને રૌદ્ર ધ્યાન કરીને નવા અશુભ કર્મો બાંધે છે. આ કર્મક્ષય(-નિર્જરા) અકુશલ કર્મોનો=અશુભ કર્મોનો બંધ કરાવે છે માટે અકુશાલનુબંધી છે. આથી આ નિર્જરા વાસ્તવિક તો પાપરૂપ જ છે. કારણ કે તેમાં લાભ કરતાં નુકસાન વધારે છે. આ નિર્જરાને અકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. આવી નિર્જરા તો આત્માએ અત્યાર સુધી ઘણી કરી. પણ તેનાથી કંઈ વળ્યું નહિ.
મારા કર્મોનો ક્ષય થાય એવા ઇરાદાથી તપ, પરીષહ આદિથી થતો કર્મોનો ક્ષય તે બુદ્ધિપૂર્વક નિર્જરા છે. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે થતા દુઃખથી કોઈ જાતનું અશુભ ધ્યાન થતું નથી, બલ્ક અધિક અધિક શુભ ધ્યાન થાય છે. આથી આ નિર્જરામાં નવાં કર્મો બંધાતા નથી. અથવા તેવા પ્રકારના વિશિષ્ટ (=નિર્જરા કરાવે તેવા) અધ્યવસાયના અભાવે નવાં કર્મો બંધાય તો પણ શુભ જ બંધાય છે. તે શુભ કર્મો મુક્તિના માર્ગમાં બાધક બનતાં નથી, બલ્ક સાધક બને છે. આથી આ કર્મક્ષયને (નિર્જરાને) નિરનુબંધી કે શુભાનુબંધી કહેવામાં આવે છે. આ નિર્જરા મોક્ષનું કારણ છે. આ નિર્જરાને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે.
જેમ જેમ સકામ નિર્જરા થાય છે તેમ તેમ આત્મા કર્મથી મુક્ત બનતો જાય છે. જેમ જેમ કર્મથી મુક્ત બને છે તેમ તેમ દુઃખથી મુક્ત બને છે. જયારે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય ત્યારે સિદ્ધ બનીને સર્વ દુઃખોથી મુક્ત બને છે.
ફળ- નિર્જરાભાવનાથી નિર્જરાનો બોધ થાય છે, અને નિર્જરા કરવા યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૧૦) લોક-લોકના(=જગતના) સ્વરૂપની વિચારણા તે લોકભાવના. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય સ્વરૂપ લોક છે, અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચનો સમુદાય એ જ લોક છે. ધર્માસ્તિકાય આદિ ચાર જડ છે અને
१. तमेवंविधं विपाकमवद्यतः पापं संसारानुबन्धिनमेव चिन्तयेत् नहि तादृशा निर्जरया मोक्षः
શવિયોડધિનુમિતિ... (પ્રસ્તુત સૂત્રના ભાષ્યની શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા)