________________
અo ૯ સૂ) ૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૯૩ પદાર્થો અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૩) શરીર સ્વયં અશુચિનું ભાજન=સ્થાન છે. કારણ કે મળ, મૂત્ર, મેલ વગેરે અનેક અશુચિ પદાર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. શરીર અશુચિથી ભરેલી પેક કરેલી કોથળી અથવા ગટર છે. (૪) શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉદર અત્યંત અશુચિ પદાર્થોથી બનેલું છે. આથી શરીરનું ઉત્પત્તિ સ્થાન પણ અશુચિથી ભરેલું છે. (પ) નળ ખોલતાં જેમ પાણી નીકળે છે, તેમ શરીરમાંથી મળ, મૂત્ર, પરુ, મેલ વગેરે અનેક અશુચિપદાર્થો દરરોજ વહ્યા કરે છે. માટે શરીર અશુચિ પદાર્થોનો નળ છે. (૬) શરીરની અશુચિને દૂર કરવા ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તેની અશુચિ દૂર થતી જ નથી. એને દરરોજ સાફ કરવાની ગધ્ધામજરી કરવી પડે છે. ગધ્ધામજુરી કરીને શરીરને બહારથી સાફ કરવા છતાં થોડી જ વારમાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. શું કોલસો કદી ધોળો થાય? જો કોલસો ઊજળો થાય તો કાયા પવિત્ર બને ! (૭) આગળ વધીને કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ પ્રથમ સુંદર અને સ્વાદિષ્ટ લાગતી હોય તે જ વસ્તુ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તો જોવી પણ ગમતી નથી. તો ફરી મોઢામાં તો શી રીતે નખાય ? એને હાથ લગાડવાની પણ ઇચ્છા થતી નથી. સુગંધી વસ્તુ પણ પેટમાં જતાં જ દુર્ગધવાળી બની જાય છે. આથી કાયા સ્વયં અશુચિ હોવા ઉપરાંત અશુચિકારક પણ છે.'
ફળ– આમ વિવિધ દષ્ટિએ શરીરની અશુચિનું ચિંતન કરવાથી શરીર ઉપર ઉદ્વેગ-અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આથી સદા માટે શરીરનો નાશ કરવાની=જન્મનો અંત લાવવાની ઇચ્છા થાય છે. જન્મનો અંત લાવવા શરીરના મમત્વનો ત્યાગ કરી યથાશક્તિ સંયમમાં પ્રવૃત્તિ થાય છે.
(૭) આસવ- આસવ એટલે કર્મોનું આત્મામાં આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણો અને આસવથી થતાં દુઃખો વગેરેનો વિચાર કરવો १. स्थानाद् बीजादुपष्टम्भानिःस्यन्दान्निधनादपि
માધે શયતા દતા વિવું . (પાતંજલ યો.દ. અ. ૨, સૂપની ટીકા) ઉત્પત્તિસ્થાન, ઉત્પત્તિનું કારણ, આધાર-ટેકો, નિઃસ્પન્દકમળનું ઝરણું, નિધન (જીવ નીકળી ગયા પછી કોઈ તેને અડે તો સ્નાન કરવું પડે છે.) આયશૌચ (દરરોજ સાફ કરવી પડે), આ છે કારણોથી પંડિતો કાયાને અશુચિ જાણે છે.