________________
૩૯૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ) ૭ આત્મા અવિનાશી=અજર અમર છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીરો બદલાયા કરે છે, આત્મા એક જ રહે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધીમાં અનંતા શરીરો બદલાઈ ગયાં છતાં આત્મા તે જ છે. શરીર ઈન્દ્રિયોથી જાણી શકાય છે, જ્યારે આત્મા અતીન્દ્રિય છે, ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી. આમ અનેક રીતે આત્મા અને શરીર ભિન્ન છે.
ફળઅન્યત્વભાવનાથી શરીર આદિ જડ પદાર્થો ઉપર તથા સ્વજન આદિ ચેતન પદાર્થો ઉપર રાગ થતો નથી, થયેલો રાગ દૂર થાય છે, તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.
(૬) અશુચિ–– શરીરમાં અશુચિપણાનો=અપવિત્રતાનો વિચાર કરવો એ અશુચિત્વ ભાવના છે. શરીર અશુદ્ધ=અપવિત્ર છે તેનાં મુખ્ય સાત કારણો છે. તે આ પ્રમાણે-(૧) બીજ અશુચિ (૨) ઉપખંભ અશુચિ (૩) સ્વયં અશુચિનું ભાજન (૪) ઉત્પત્તિ સ્થાન અશુચિ (૫) અશુચિ પદાર્થોનો નળ (૬) અશક્ય પ્રતીકાર (૭) અશુચિકારક.
(૧) શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો અશુચિમય છે. શરીરનું બીજ (ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૨) શરીર આહાર આદિથી ટકે છે. આહાર ગળામાંથી પસાર થઈ પેટમાં આવેલા શ્લેષ્માશયમાં પહોંચે છે. ત્યાં પ્લેખ(કફ) એ આહારને પ્રવાહી રૂપે બનાવી દે છે. તે પ્રવાહી અત્યંત અશુચિ હોય છે. બાદ તે પ્રવાહી પિત્તાશયમાં આવે છે. ત્યાં તેનું પાચન થાય છે. બાદ તે પક્વાશયમાં આવે છે. ત્યાં વાયુથી તેના બે ભેદ પડે છે. જેટલા પ્રવાહીનું પાચન થઈ ગયું હોય તેટલાનો રસ બને છે અને જેનું પાચન ન થયું હોય તે ખળ(=નકામો કચરો) બને છે. આ ખળભાગમાંથી મુત્ર વગેરે અશુચિ પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રવાહી ખોરાકમાંથી બનેલ રસ શરીરની સાત ધાતુઓમાંની પ્રથમ ધાતુ છે. રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ' (ચરબી), મેદમાંથી હાડકાં", હાડકાંઓમાંથી મજ્જા, મજ્જામાંથી શુક્ર બને છે. (સ્ત્રીને રજસ બને છે.) આ રસ આદિ સર્વ પદાર્થો અશુચિ છે. આ રસ આદિ ધાતુઓથી શરીર ટકે છે, માટે રસ આદિ સાત ધાતુઓ શરીરનો ઉપષ્ટભ=ટેકો છે. શરીરના ઉપષ્ટભ(Eટેકા) રૂપ રસ આદિ