________________
ગમસૂત્ર
૩૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [આ૦૯ સૂ૦ ૭. છે=સાંત્વન આપે છે. આથી સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ સિવાય કોઈ પણ ભૌતિક વસ્તુ કે સ્વજન વગેરે આપણા માટે શરણ રૂપ બનતા નથી.
ફળ– સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારનો ભય ઉત્પન્ન થવાથી સંસાર ઉપર અને સંસારના સુખો ઉપર પ્રેમ થતો નથી તથા જિનશાસન જ શરણભૂત છે એવો ખ્યાલ આવવાથી તેની આરાધના માટે પ્રવૃત્તિ થાય છે=ઉલ્લાસ પ્રગટે છે.
(૩) સંસાર– સંસારભાવના એટલે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ એ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખો સહન કરે છે. સંસારના કોઈ ખૂણામાં, સંસારની કોઈ વસ્તુમાં આંશિક પણ સુખ નથી, કેવળ દુઃખ જ છે. સંસાર વિવિધ દુઃખોનું મહા જંગલ છે. કર્મના સંયોગથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મનો સંયોગ રાગ-દ્વેષના કારણે છે. આથી દુઃખનું મૂળ રાગદ્વેષ છે. એટલે સંસારના દુઃખોથી બચવું હોય તો રાગ-દ્વેષ આદિ દોષોનો વિનાશ કરવો જોઇએ.
અથવા નીચે પ્રમાણે પણ વિચારી શકાય. નરક આદિ ચાર ગતિઓમાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા આ જીવ માટે સઘળાય જીવો સ્વજન છે, અથવા સઘળાય જીવો પરજન છે. સંસારમાં સ્વજન-પરજનની કોઈ વ્યવસ્થા જ નથી. કારણ કે જીવ એકભવમાં સ્વજન થઈને બીજા ભવમાં કર્મના સામર્થ્યથી પરજન થાય છે. એક ભવમાં પરજન થઈને બીજા ભવમાં કર્મના સામર્થ્યથી સ્વજન થાય છે. તથા એક જ જીવ માતા થઇને બહેન થાય છે, બહેન થઈને ભાઈ થાય છે. એમ એક જીવની સાથે સઘળા સંબંધો થાય છે. સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતા એક જીવને અન્ય સઘળા જીવો સાથે ભાઈ, બહેન, માતા, પિતા આદિ દરેક પ્રકારનો સંબંધ થઈ ગયો છે. કોઈ એવો જીવ નથી કે જેની સાથે માતા આદિ દરેક પ્રકારનો સંબંધ ન થયો હોય. આથી સઘળા ય જીવો સ્વજન છે. એ સઘળાય જીવોને સ્વજન તરીકે ન ગણવા હોય તો બધાય જીવો (વર્તમાનમાં સ્વજન ગણાતા પણ) પરજન છે. તથા સંસારમાં એક જ જીવ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. એક ભવમાં માલિક થઇને બીજા ભવમાં દાસ થાય છે. એક ભવમાં સ્ત્રી થઈને બીજા ભવમાં પુરુષ થાય છે.