________________
અ૦ ૯ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૮૯
અથવા બ્રહ્મ એટલે ગુરુ. તેને આધીન જે ચર્ચા તે બ્રહ્મચર્ય. અર્થાત્ મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયોની શાંતિ માટે ગુરુકુળવાસનું સેવન કરવું=ગુરુને આધીન રહેવું એ બ્રહ્મચર્ય છે. ગુરુકુળવાસ વિના બ્રહ્મચર્યની નવ વાડો ખંડિત થવાનો સંભવ હોવાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કઠીન છે. શાસ્ત્રોનું અધ્યયન ગુરુની પાસે કરવાનું વિધાન છે. આથી ગુરુકુળવાસ વિના જ્ઞાનની વૃદ્ધિ પણ ન થાય. સુગુરુની આજ્ઞા વિના સ્વતંત્ર રહેનારમાં કષાયો પણ વધે એ અતિ સંભવિત છે. ગુરુની નિશ્રા વિના વિકથા, અયોગ્ય વ્યક્તિનો પરિચય વગેરે દોષોથી પરિણામે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવાનો સંભવ છે. આથી મુમુક્ષુએ જીવનપર્યંત ગુરુકુળવાસનું સેવન કરવું જોઇએ અને એ જ પ્રકૃષ્ટ બ્રહ્મચર્ય ધર્મ છે. (૬) અનુપ્રેક્ષાનું વર્ણન–
અનિત્યા-શાળ-સંસારે-વા-કન્યા-શુચિત્તા-ડસ્રવ સંવાનિર્ણશ-નો-વોધિતુર્ત્તમ-ધર્મસ્વાધ્યાત-તત્ત્વાનુચિત્તનમનુપ્રેક્ષા: ॥ ૧-૭ ॥
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાત એમ ૧૨ પ્રકારે તત્ત્વચિંતન એ ૧૨ પ્રકારની અનુપ્રેક્ષા=ભાવના છે.
(૧) અનિત્યતા— કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કાયા વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. સંયમનાં સાધનો શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. સંસારમાં જ્યાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વપ્રકારનો સંયોગ અનિત્ય છે. સંસારના સર્વ સુખો કૃત્રિમ હોવાથી વિનાશશીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે.
ફળ–આ વિચારણાથી બાહ્ય પદાર્થો પર અભિષ્યંગ-મમત્વ ભાવ થતો નથી. આથી તે પદાર્થોનો વિયોગ થાય છે ત્યારે દુ:ખનો અનુભવ થતો નથી. (૨) અશરણતા– સંસારમાં પોતાનું શરણ-રક્ષણ કરનાર કોઇ નથી એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિનું દુઃખ કે અન્ય કોઇ આપત્તિ આવી પડતા ભૌતિક કોઇ સાધનો કે સ્નેહી-સંબંધીઓ વગેરે આ જીવને એ દુ:ખથી કે આપત્તિથી બચાવવા સમર્થ બનતા નથી, બલ્કે કેટલીક વખત અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. આ અવસરે દેવ-ગુરુ અને ધર્મ એ જ રક્ષણ કરે