________________
૩૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૯ સૂ) ૬ (૮) ત્યાગ– બાહ્ય અને અત્યંતર ઉપધિમાં ભાવદોષનો=મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અન્નપાન બાહ્ય ઉપધિ છે. શરીર અભ્યતર ઉપધિ છે. અથવા રજોહરણ આદિ બાહ્ય ઉપધિ છે અને ક્રોધાદિ કષાયો અત્યંતર ઉપધિ છે અથવા બિનજરૂરી ઉપકરણોનો અસ્વીકાર એ ત્યાગ છે.
(૯) આકિંચન્ય- શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વનો અભાવ એ અકિંચન્ય ધર્મ છે. આકિંચન્ય એટલે સર્વ વસ્તુનો અભાવ. મુનિ મમત્વ વિના માત્ર સંયમની રક્ષા માટે સંયમનાં ઉપકરણોને રાખે છે અને દેહનું પાલન-પોષણ કરે છે. આથી ઉપકરણ આદિ હોવા છતાં તેની પાસે કંઈ નથી. જ્યાં મમત્વભાવ નથી ત્યાં વસ્તુ હોવા છતાં નથી. જ્યાં વસ્તુ ન હોવા છતાં મમત્વ ભાવ હોય ત્યાં વસ્તુ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ભાવના આધારે જ વસ્તુ હોવાનો કે ન હોવાનો નિર્ણય થઈ શકે. આથી શરીર આદિ ઉપર મમત્વનો અભાવ એ જ વાસ્તવિક આકિંચન્ય છે.
(૧૦) બ્રહ્મચર્ય- બ્રહ્મચર્ય એટલે મૈથુનવૃત્તિનો ત્યાગ. યદ્યપિ બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્ય એટલે રમવું તે બ્રહ્મચર્ય; અર્થાત્ ઈષ્ટ વસ્તુમાં રાગનો અને અનિષ્ટ વસ્તુમાં વૈષનો ત્યાગ કરી આત્મામાં રમવું એ બ્રહ્મચર્ય છે. છતાં અહીં મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વિરક્ષિત છે. મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે વસતિ, કથા, નિષઘા, ઇન્દ્રિય, કુડ્યાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત આહાર, અતિમાત્ર ભોજન, વિભૂષા એ નવના ત્યાગરૂપ નવ ગુતિઓનું (વાડોનું) તથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓનું પાલન અનિવાર્ય છે.' ૧. પાંચ ભાવનાઓનું વર્ણન સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં આવી ગયું છે. વસતિ આદિ
ગુપ્તિઓનો ભાવ આ પ્રમાણે છે-(૧) જયાં સ્ત્રી, પશુ, નપુંસક રહેતા હોય તેવી વસતિમાં ન રહેવું. (૨) કામવર્ધક સ્ત્રીકથા ન કરવી. (૩) જે સ્થાને સ્ત્રી બેઠેલી હોય તે સ્થાને તેના ઊઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ. પુરુષના ઊઠી ગયા પછી તે સ્થાને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીની ઇન્દ્રિયો તથા અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું. (૫) જયાં ભીંતને આંતરે પતિ-પત્નીનો સંભોગ સંબંધી અવાજ સંભળાતો હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. () પૂર્વે-ગૃહસ્થાવાસમાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. (૭) પ્રણીત=અત્યંત સ્નિગ્ધ અને મધુર દૂધ, દહીં આદિ આહારનો ત્યાગ કરવો. (૮) અપ્રણીત આહાર પણ વધારે પડતો ન લેવો (ઉણોદરી) રાખવી. (૯) શરીરની કે ઉપકરણોની વિભૂષાનો (ટાપ-ટીપનો) ત્યાગ કરવો.