________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૬
અભિવ્યક્તિ થાય છે. ચોખા અને વરી (સાઠી ચોખા) એ બંને ચોખાની જાત હોવા છતાં જેમ તેમના અર્થમાં થોડો તફાવત છે. તેમ મદ અને માન એ બંને અહંકાર સ્વરૂપ હોવા છતાં તેમના અર્થમાં થોડો તફાવત છે. કોઇપણ પ્રકારે ‘હું કંઇક છું’ એવી વૃત્તિ એ માન છે. ઉત્તમ જાતિ આદિના કારણે ‘હું કંઇક છું’ એવી વૃત્તિ મદ છે.
જાતિ આદિ આઠ કારણોને આશ્રયીને મદના આઠ ભેદો છે. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય એમ આઠ પ્રકારનો મદ છે. માતાનો વંશ તે જાતિ. પિતાનો વંશ તે કુળ. શારીરિક સૌંદર્ય તે રૂપ. ઐશ્વર્ય એટલે ધન-ધાન્ય આદિ બાહ્ય સંપત્તિ. ઔત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ' એ વિજ્ઞાન. જિનોક્ત શાસ્ત્રના અધ્યયનથી થયેલ જ્ઞાન તે શ્રુત. અથવા મતિજ્ઞાન એ વિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ શ્રુત. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ તે લાભ. શારીરિક શક્તિ આદિ તે વીર્ય. આ આઠ પ્રકારના મદનો અને માનનો ત્યાગ કરવાથી માર્દવ ધર્મ આવે છે.
૩૮૬
જીવ માન-મદના કારણે સ્વપ્રશંસા અને પરનિંદામાં રત રહે છે. આથી તે આ લોકમાં અનેક અનર્થો પામવા સાથે પરલોકમાં પણ અનર્થો થાય તેવાં અશુભ કર્મો બાંધે છે. અહંકારી જીવ અન્યની હિતકર પણ વાત સાંભળતો નથી, માનતો નથી. આથી મુમુક્ષુએ માન-મદનો ત્યાગ કરવો જોઇએ. (જાતિમદ આદિ તે તે મદના ત્યાગ માટે કેવી વિચારણા કરવી જોઇએ તે અંગે તત્ત્વાર્થભાષ્યની ટીકામાં તથા પ્રશમરતિ વગેરે ગ્રંથોમાં સુંદર વર્ણન છે.)
(૩) આર્જવ– આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સરળતા (માયાનો અભાવ) તે આર્જવ છે. અર્થાત્ વૃત્તિ (=માનસિક પરિણામ), વચન અને વર્તન એ ત્રણેની ઐક્યતા એ આર્જવ છે. માયા, ફૂડ-કપટ, શઠતા આદિ દોષોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૪) શૌચ– શૌચ એટલે લોભનો અભાવ=અનાસક્તિ. ધર્મનાં ઉપકરણો ઉપર પણ મમત્વભાવ-આસક્તિ ન રાખવી જોઇએ. લોભથી કે
૧. પ્રશમરતિ ગ્રંથમાં ઐશ્વર્યના સ્થાને ‘વાલભ્યક' આવે છે.
૨. વિજ્ઞાનના સ્થાને કોઇ સ્થળે તપ પણ આવે છે.
૩. ચાર પ્રકારની બુદ્ધિના વર્ણન માટે જુઓ અ.૧, સૂ.૧૭.