________________
૩૮૫
અ૦ ૯ સૂ૦૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
જો હું આના દુર્વચનાદિને સહન નહિ કરું તો એ મારો અપકારી બનશે-વધારે નુકશાન કરનારો બનશે આમ વિચારી દુર્વચનાદિને સહન કરે તે અપકાર ક્ષમા છે. અથવા બે-ચાર માણસો બેઠા હોય ત્યારે અમુક વ્યક્તિ અયોગ્ય વચન કહે ત્યારે આ બધાની વચ્ચે હું એના ઉપર ગુસ્સે થઇશ તો હું હલકો દેખાઈશ એવા ભાવની ક્ષમા અપકાર ક્ષમા છે. આ ક્ષમા માનના ઘરની છે. આમ ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમા લોભ કે માનના ઘરની છે. આત્માના ઘરની નથી.
ક્રોધથી નરક વગેરેમાં ગયેલા જીવો કર્મના કટુ ફળોને ભોગવે છે અથવા ક્રોધથી માનવભવમાં જ અનર્થો થાય છે એમ ક્રોધના વિપાકને જોતો – વિચારતો જીવ જે ક્ષમા રાખે તે વિપાક ક્ષમા છે.
ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે એમ જિનવચનને યાદ કરીને ક્ષમા રાખે તે વચન ક્ષમા છે.
જેમ ચંદનમાં સ્વાભાવિક સુવાસ હોય છે, તેમ સ્વાભાવિકપણે થતી ક્ષમા એ ધર્મક્ષમા. જેમ ચંદન પોતાને કાપનારને કે બાળનારને પણ સુવાસ આપીને ઉપકાર કરે છે, તેમ ધર્મક્ષમાયુક્ત મહાત્મા પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ગુસ્સો કરતા નથી. બલ્ક ભાવદયાચિંતન આદિથી તેના ઉપર ઉપકાર કરે છે.
જ્યારે આત્મામાં ઉત્કૃષ્ટ પ્રકારની ક્ષમા આવે છે ત્યારે જીવ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વાભાવિક ક્ષમા ધારણ કરે છે, ગમે તેવા અનિષ્ટ પ્રસંગોમાં પણ કોઈ પણ પ્રયત્ન વિના કુદરતી રીતે જ તેને જરાય ગુસ્સો આવતો નથી. એનો ક્ષમાનો સ્વભાવ જ થઈ જાય છે. એના જીવનમાં ક્ષમા તાણાવાણાની જેમ વણાઈ જાય છે.
(૨) માર્દવ-માર્દવ એટલે મૃદુતા=નમ્રતા. અર્થાત્ મદ અને માનનો નિગ્રહ એ માર્દવ છે. બાહ્ય કે અભ્યતર સંપત્તિનો મદ ન કરવો, હું કંઇક છું એવું મનમાં ન લાવવું, વડીલોનો વિનય કરવો, મોટાઓ પ્રત્યે ભક્તિબહુમાન અને નાનાઓ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો ઇત્યાદિથી માર્દવની અભિવ્યક્તિ થાય છે. હું કંઈક છું એવી વૃત્તિ, વડીલો પ્રત્યે ઉદ્ધત વર્તન, વડીલોની અપેક્ષાનો અભાવ, સ્વપ્રશંસા, પરનિંદા ઇત્યાદિથી મદ-માનની