________________
૩૮૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૬ સ્વીકારેલા સંયમના રક્ષણ-પોષણમાં પ્રધાનકારણ હોવાથી સંયમની= પ્રવચનની માતા છે. (૫)
ધર્મનું વર્ણનઉત્તમ: ક્ષમા-માવા-ડડર્નવ-શૌર-સત્ય-સંયમતપસ્યા-ડવિઝન્ય-હાથ થર્વ: | -૬ છે
ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકારનો (યતિ)ધર્મ છે.
સાધુધર્મ અને ગૃહસ્થધર્મ એ બે પ્રકારના ધર્મમાં અહીં સાધુધર્મનું વર્ણન છે. આથી જ સૂત્રમાં ઉત્તમ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ પ્રકારનો ક્ષમા આદિ ધર્મ સાધુઓને જ હોય છે. ગૃહસ્થોને ક્ષમા આદિ સામાન્ય હોય છે.
(૧) ક્ષમા– ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક ( શારીરિક કે માનસિક) પ્રતિકૂળતામાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો, ગફલતથી ક્રોધનો ઉદય થઇ જાય તો તેને નિષ્ફળ બનાવવો (અંતરમાં ક્રોધ હોય, પણ બહાર ન લાવવો, અને તુરત શમાવી દેવો જેથી તેનાં વૈમનસ્ય આદિ નવાં અશુભ ફળો ન આવે.) એ ક્ષમા છે.
ક્ષમાના પાંચ પ્રકાર
ક્ષમા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે–ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મ ક્ષમા.
આ મારો ઉપકારી છે. જો હું એના દુર્વચનાદિને સહન નહિ કરું તો ઉપકારનો સંબંધ નહિ રહે. આમ વિચારીને ઉપકારીના દુર્વચનાદિને સહન કરે તે ઉપકાર ક્ષમા છે. જે વ્યક્તિથી પોતાને દુન્યવી ઉપકાર થતો હોય, અથવા ભવિષ્યમાં થવાનો હોય તેના કઠોર વચનો વગેરેને શાંતિથી સહન કરવું તે ઉપકાર ક્ષમા. દા.ત. નોકર શેઠના કડવાં વચનોને સહન કરે. હું ક્ષમા રાખીશ તો મારા પિતા પાસે જે સંપત્તિ છે તેમાંથી મને વધારે મળશે એવા આશયથી પિતાના કડવાં વચનો વગેરેને સહન કરે. આ ક્ષમા લોભના ઘરની છે.