________________
અ૦ ૯ સૂ૦ ]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૮૩
ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઇર્યાસમિતિ.
(૨) ભાષા સમિતિ– ભાષા એટલે બોલવું. જરૂર પડે ત્યારે જ સ્વપરને હિતકારી, પ્રમાણોપેત, નિરવઘ અને સ્પષ્ટ આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે ભાષાસમિતિ.૧
(૩) એષણા સમિતિ– એષણા એટલે ગવેષણા કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણાસમિતિ. અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષ રહિત આહાર આદિનું ગ્રહણ કરવું તે એષણાસમિતિ.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ– આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઇને તથા રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવા તથા ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ.
(૫) ઉત્સર્ગ સમિતિ— ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મલ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટપ્રવચનમાતા તરીકે સંબોધવામાં= માનવામાં આવે છે, જેમ માતા બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પ્રવચનને= સંયમને જન્મ આપે છે, તેનું રક્ષણ-પોષણ કરે છે, તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પોષણ ન થઇ શકે. આમ સમિતિ અને ગુપ્તિ સંયમની પ્રાપ્તિમાં તથા
૧. ભાષા સમિતિના પાલન માટે કેવી વાણી બોલવી જોઇએ તે અંગે ઉપદેશમાળા ગ્રંથમાં નીચે મુજબની ગાથા છે.
महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं ।
पुव्वि, मइसंकलियं भांति जं धम्मसंजुत्तं ॥
વિચક્ષણો મધુર, નિપુણ, અલ્પ, કાર્યપૂરતું, અભિમાન રહિત, ઉદાર, વિચારપૂર્વક અને ધર્મયુક્ત વચન બોલે છે.