________________
૩૮૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૨૬
લાગે છે. તત્ત્વાર્થકારના મતે જે પ્રીતિ ઉપજાવે=જે ગમે તે પુણ્ય અને તેનાથી વિપરીત તે પાપ. કર્મપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે આત્મવિકાસને સાધક કર્મ પુણ્ય અને આત્મવિકાસને બાધક કર્મ પાપ. સમ્યક્ત્વમોહનો ઉદય અરિહંત આદિ પ્રત્યે પ્રીતિ-ભક્તિરાગ ઉત્પન્ન કરે છે માટે પ્રશસ્ત હોવાથી તત્ત્વાર્થકારના મતે પુણ્ય રૂપ છે. પણ તેનાથી દર્શનગુણમાં અતિચારો લાગતા હોવાથી અન્ય ગ્રંથકારોના મતે તે પુણ્ય રૂપ નથી. હાસ્ય, રતિ અને પુરુષવેદનો ઉદય પ્રીતિ=આનંદ ઉપજાવે છે માટે તત્ત્વાર્થકારના મતે તે ત્રણ પુણ્ય રૂપ છે. પણ આત્મવિકાસમાં બાધક હોવાથી અન્ય ગ્રંથકારોના મતે તે પાપ સ્વરૂપ છે. તિર્યંચોને ના૨કોની જેમ મરવું ગમતું નથી એથી કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં તિર્યંચ આયુષ્યને પુણ્યરૂપે માનવામાં આવ્યું છે.
પુણ્યપ્રકૃતિ સિવાયની સઘળી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. ઉદયની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિઓમાંથી ૪૫ પુણ્ય પ્રકૃતિઓને બાદ કરતાં અને વર્ણચતુષ્કને ઉમેરતાં ૮૧ પ્રકૃતિઓ પાપ રૂપ છે. તે આ પ્રમાણે– જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૧, મોહનીયની ૨૪, આયુષ્યની ૨, નામની ૩૪, ગોત્રની ૧, અંતરાયની પ=૮૧.
પ્રશ્ન—નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં ૮૨ પાપ પ્રકૃતિઓ જણાવી છે તે કેવી
રીતે ?
ઉત્તર– ત્યાં નામકર્મના ૬૭ ભેદોની ગણતરી કરવામાં આવી છે. આથી નામકર્મની ૩૪, ચાર ઘાતી કર્મોની ૪૫ અને શેષ ત્રણ અઘાતીની (વેદનીયની-૧, ગોત્રની-૧ અને આયુષ્યની-૧એ) ૩ એમ કુલ ૮૨ પ્રકૃતિઓ પાપ સ્વરૂપ છે. નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં બંધની અપેક્ષાએ ૧૨૦ પ્રકૃતિઓને આશ્રયીને ૪૨ પુણ્ય પ્રકૃતિઓ અને ૮૨ પા૫ પ્રકૃતિઓ જણાવી છે. (૨૬)
૧. નામકર્મના ૬૭ ભેદો અંગે પ્રસ્તુત અધ્યાયના ૧૨મા સૂત્રમાં જુઓ.