________________
અ) ૮ ૧૦૨૬] શ્રીતQાથધિગમસૂત્ર
૩૭૯ (પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં શુભયોગ પુણ્યકર્મનો આસવ છે અને અશુભયોગ પાપકર્મનો આસવ છે એમ જણાવ્યું છે. આથી કર્મોના પુણ્ય અને પાપ એમ બે ભેદો છે એમ ગર્ભિત રીતે સૂચન થઈ ગયું છે. આથી કયા કર્મો પુણ્ય સ્વરૂપ છે અને કયા કર્મો પાપ સ્વરૂપ છે એ જણાવવું જરૂરી હોવાથી નીચેના (૨૬મા) સૂત્રમાં પુણ્ય કર્મોને જણાવીને બાકીનાં પાપ કર્મો છે એવું ગર્ભિત સૂચન કરે છે.) પુણ્ય પ્રકૃતિઓનો નિર્દેશ
ઈ-સગવત્વ-શાચ-તિ-પુરુષવેગુમાયુનમ-મોરાખિ પુષમ્ | ૮-ર૬ .
સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે.
વેદનીયમાં સાતવેદનીય શુભ છે. મોહનીયમાં સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિઓ શુભ છે. આયુષ્યમાં દેવ અને મનુષ્ય એ બે આયુષ્ય શુભ છે. નામની શુભ પ્રકૃતિઓ ૩૭ છે. તે આ પ્રમાણે– મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજઋષભનારાચ સહનન, સમચતુરસ સંસ્થાન, પ્રશસ્તવર્ણ', પ્રશસ્તગંધ, પ્રશસ્તરસ, પ્રશસ્તસ્પર્શ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, ઉપઘાત સિવાયની (પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર અને નિર્માણ એ) સાત પ્રત્યેક પ્રકૃતિઓ અને ત્રસદશક એ ૩૭ પ્રકૃતિઓ શુભ છે. ગોત્રમાં ઉચ્ચગોત્ર શુભ છે.
વેદનીયની-૧, મોહનીયની-૪, આયુષ્યની-૨, નામની-૩૭ અને ગોત્રની-૧ એમ કુલ ૪૫ પુણ્ય પ્રકૃતિઓ છે.
કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ એ ચાર પ્રકૃતિ રહિત તથા તિર્યંચાયુ સહિત ૪૨ પ્રકૃતિઓને પુણ્ય રૂપે બતાવવામાં આવી છે. પુણ્ય-પાપની વ્યાખ્યામાં ભેદ આ મતાંતરમાં કારણ
૧. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના કેટલાક ભેદો પુણ્ય અને કેટલાક ભેદો પાપ સ્વરૂપ હોવાથી
સામાન્ય વર્ણ ચતુક ઉભય સ્વરૂપ છે. વિશેષથી રક્ત, પીત અને શ્વેત એ ત્રણ વર્ણ, સુરભિગંધ, કષાય, અમ્લ અને મધુર એ ત્રણ રસ, લધુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ એ ચાર સ્પર્શ, એમ અગિયાર પુણ્યસ્વરૂપ અને બાકીના નવ પાપ સ્વરૂપ છે.