________________
અ૦ ૮ સૂ૦ ૨૨-૨૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૭૩
રસબંધની વ્યાખ્યા— વિપાજોનુમાવઃ ॥ ૮-૨૨ ॥
કર્મનો વિપાક(=ફળ આપવાની શક્તિ) એ અનુભાવ(=રસ) છે. પરિપાક, વિપાક, અનુભાવ, અનુભાગ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જધન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો કર્માણુઓમાં રહેલ રસના આધારે નિર્ણય તે રસબંધ. (૨૨) કર્મમાં ફળ આપવાની શક્તિ એ રસબંધ છે. આથી કયા કર્મમાં કયા પ્રકારનું ફળ આપવાની શક્તિ છે તે જણાવે છે—
સ યથાનામ || ૮-૨૨ ॥
સર્વ કર્મોનો વિપાક=ફળ પોતપોતાના નામ પ્રમાણે છે.
જે કર્મનું જે નામ છે તે નામ પ્રમાણે તે કર્મનું ફળ મળે છે. તે આ પ્રમાણે— જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનનો અભાવ. દર્શનાવરણ કર્મનું ફળ દર્શનનો(સામાન્ય જ્ઞાનનો) અભાવ. વેદનીયનું ફળ સુખ કે દુઃખ. મોહનીયનું ફળ તત્ત્વો ઉપર શ્રદ્ધાનો તથા વિરતિનો અભાવ વગેરે. આયુષ્યનું ફળ નરકગતિ આદિના જીવનની પ્રાપ્તિ. નામકર્મનું ફળ શરીર આદિની પ્રાપ્તિ. ગોત્રકર્મનું ફળ ઉચ્ચ કે નીચ ગોત્રમાં જન્મ. અંતરાયનું ફળ દાનાદિનો અભાવ. ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું વર્ણન–
જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટો બાંધવાથી જેમ કોઇ ચીજ દેખાતી નથી=જણાતી નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મ રૂપ પાટો આવી જવાથી આત્મા જાણી શકતો નથી. તથા જેમ જેમ પાટો જાડો તેમ તેમ ઓછું દેખાય, અને જેમ જેમ પાટો પાતળો તેમ તેમ વધારે દેખાય; તેમ જ્ઞાનાવરણનું આવરણ જેમ જેમ વધારે તેમ તેમ ઓછું જણાય, અને જેમ જેમ ઓછું તેમ તેમ વધારે જ્ઞાન થાય. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતો નથી. ગમે તેવાં વાદળો હોય તો પણ સૂર્યનો આછો પણ પ્રકાશ રહે છે, તેમ જીવને અલ્પ જ્ઞાન અવશ્ય હોય છે. દર્શનાવરણીયકર્મ પ્રતિહાર (દ્વારપાળ) સમાન છે. પ્રતિહાર રાજ્યસભામાં આવતી વ્યક્તિને રોકી રાખે તો તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણ કર્મના ઉદયથી જીવ વસ્તુને જોઇ શકતો નથી, સામાન્ય બોધ રૂપ જ્ઞાન કરી શકતો