________________
અ) ૮ સૂ૦ ૧૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૭૧ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિર્યાતરાય એમ અંતરાયકર્મના પાંચ ભેદો છે.
(૧) દાનાંતરાય- દ્રવ્ય હાજર હોય, પાત્રનો યોગ હોય, પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય, છતાં જેના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય, અથવા ઉત્સાહ હોવા છતાં અન્ય કોઇ કારણથી દાન ન આપી શકે, તે દાનાંતરાય કર્મ. (૨) લાભાંતરાય દાતા વિદ્યમાન હોય, આપવા યોગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણી પણ કુશલતાથી કરી હોય, છતાં જેના ઉદયથી યાચક ઇચ્છિત વસ્તુ મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ. આ કર્મના ઉદયથી પ્રયત્ન કરવા છતાં ઇષ્ટ વસ્તુનો લાભ ન થાય. (૩) ભોગાંતરાય વૈભવ આદિ હોય, ભોગની વસ્તુ હાજર હોય, ભોગવવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઈષ્ટવસ્તુનો ભોગ ન કરી શકાય તે ભોગાંતરાય કર્મ. (૪) ઉપભોગાંતરાય- વૈભવ આદિ હોય, ઉપભોગ યોગ્ય વસ્તુ પણ હોય, ઉપભોગ કરવાની ઇચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઉપભોગ ન કરી શકાય તે ઉપભોગાંતરાય કર્મ. (૫) વિયંતરાય – જે કર્મના ઉદયથી નિર્બળતા પ્રાપ્ત થાય તે વીર્યંતરાય કર્મ.
આમ કર્મની મૂળ આઠ પ્રકૃતિના કુલ ૧૪૮ ભેદો થાય છે. પ+૯+૨+૨૮+૪+(૬૫+૨૮=૦૯૩+૨+૫=૧૪૮. આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં મૂળ પ્રકૃતિના કુલ ૯૭ ભેદો જણાવ્યા છે. કારણ કે ત્યાં ચૌદ પિંડપ્રકૃતિઓના પેટા વિભાગોની ગણતરી કરવામાં આવી નથી. ચૌદ પિંડપ્રકૃતિઓના ભેદોને ગણવાથી પ૧ ભેદો વધે છે. એટલે ૯૭+૫૧=૧૪૮ ભેદો થાય છે. આ ૧૪૮ ભેદો તથા બંધનના ભેદો ૧૦ ઉમેરવાથી ૧૫૮ ભેદો સત્તાની અપેક્ષાએ છે. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ નામકર્મની ૬૭ પ્રકૃતિઓ ગણવામાં આવતી હોવાથી ૧૨૨ ભેદો થાય છે. બંધની અપેક્ષાએ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ નીકળી જવાથી ૧૨૦ ભેદો થાય છે. આ વિષે અધિક સ્પષ્ટતા માટે પ્રથમ કર્મગ્રંથ જોવાની જરૂર છે.
(ચાર પ્રકારના બંધમાં અહીં સુધી પ્રકૃતિબંધનું વર્ણન કર્યું. હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જણાવીને પછી જઘન્ય સ્થિતિબંધ જણાવશે.)