________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૩-૧૪ એક-સાધારણ (સર્વ સામાન્ય એક) શરીર પ્રાપ્ત થાય તે. (૫) અસ્થિર– જેના ઉદયથી કર્ણ, જીભ વગેરે અસ્થિર અંગો પ્રાપ્ત થાય તે. (૬) અશુભ— જેના ઉદયથી નાભિથી નીચેના અશુભ અવયવો મળે તે. નાભિથી નીચેના અવયવો લોકમાં અશુભ ગણાય છે. આથી કોઇ પગ વગેરે લગાડે તો તેના ઉપર ગુસ્સો થાય છે. (૭) દુર્ભાગ– જેના ઉદયથી જીવ ઉપકાર કરવા છતાં અપ્રિય બને તે. (૮) દુઃસ્વર– જેના ઉદયથી સ્વર કઠોર (કાનને અપ્રિય બને તેવો) મળે તે. (૯) અનાદેય— જેના ઉદયથી યુક્તિયુક્ત અને સુંદરશૈલીથી કહેવા છતાં વચન ઉપાદેય ન બને તે. (૧૦) અયશ— જેના ઉદયથી પરોપકાર આદિ સારાં કાર્યો કરવા છતાં યશ-કીર્તિ ન મળે તે.
૩૭૦
આ પ્રમાણે નામ કર્મના ૯૩ ભેદોનું વર્ણન પૂર્ણ થયું.
આ ૯૩ ભેદોમાં ૧૦ બંધન ઉમેરવામાં આવે તો ૧૦૩ સંખ્યા થાય છે. બંધનના અપેક્ષાએ ૫ અને અપેક્ષાએ ૧૫ ભેદો છે. એટલે જ્યારે બંધનના ૫ ભેદ ગણવામાં આવે ત્યારે ૯૩ અને ૧૫ ભેદો ગણવામાં આવે ત્યારે ૧૦ સંખ્યા વધતાં ૧૦૩ સંખ્યા થાય છે. હવે બંધનના ૧૫ ભેદોનો અને સંઘાતના ૫ ભેદોનો પાંચ શરીરમાં સમાવેશ કરવામાં આવે, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારના અવાંતર ભેદો ન ગણવામાં આવે, તો ૧૦૩માંથી (બંધનના ૧૫, સંઘાતના ૫, વર્ણાદિ ચારના ૧૬ એમ) ૩૬ ભેદો ઓછા થવાથી કુલ ૬૭ ભેદો થાય છે. બંધ, ઉદય અને ઉદીરણાને આશ્રયીને ૬૭ અને સત્તાને આશ્રયીને ૯૩ કે ૧૦૩ સંખ્યા ગણવામાં આવે છે. (૧૨) ગોત્રકર્મના ભેદો
૩ઐવિશ્ચ । ૮-૧૨ ॥
ઉચ્ચ અને નીચ એમ ગોત્રના બે ભેદો છે.
જેના ઉદયથી જીવ સારા=ઉચ્ચ કુળમાં જન્મે તે ઉચ્ચ ગોત્રકર્મ, અને હલકા=નીચ કુળમાં જન્મે તે નીચ ગોત્રકર્મ. ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણા કાળથી પ્રખ્યાતિને પામેલા ઇક્ષ્વાકુ વંશ વગેરે ઉચ્ચ કુળો છે. અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંઘ બનેલાં કસાઇ, માચ્છીમાર આદિનાં કુળો નીચ કુળો છે. (૧૩)
અંતરાય કર્મના ભેદો વાનાવીનામ્ ॥ ૮-૪ ॥